Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકામાં વડ ઉદવહન યોજનાનું પાણી ટેસ્ટિંગ કરાતા નીરનાં વહેણ આવતા જગતનો તાત અને પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી.

Share

માંગરોળ તથા માંડવી તાલુકાના કાકરાપાર, ગોરધા, વડ ઉદવહન યોજનાનાં લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનાં હસ્તે તા.૧૦/૦૧/૨૦૨૧ ના રોજ સઠવાવ તા. માંડવી મુકામે રાખેલ જેમા માનનીય સિનીયર કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા તથા કેબીનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારની હાજરીમાં રાખેલ હોય જે માટે આજરોજ એક અગત્યની મિટીંગ મળી જેમા તાપી મૈયાનાં વધામણાથી માંગરોળ તાલુકાનો વર્ષો જુનો પાણીનાં પ્રશ્નનો નિકાલ આવતા સૌ કાર્યકર્તાઓએ મંત્રી ગણપતભાઇ વસાવા સાહેબનો આભાર માન્યો હતો.

આજરોજ ટેસ્ટિંગ કરાતા તાલુકામાં પાણીનાં નીર વહેતા થતા ખેડૂતો આંનદ વિભોર બની ગયા હતા. ખેડૂતોમાં આંનદોલ્લાસ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ મંત્રી ગણપતભાઈ વસાવાનો આભાર માન્યો હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ-વરસાદી વાતાવરણ વચ્ચે બે અલગ અલગ સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટના-સદનસીબે કોઈ જાનહાની નહિ

ProudOfGujarat

નડિયાદ તાલુકાના સલુણવાટા સીમમાં ફાર્મહાઉસમાં ચોરી થતાં ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!