Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરાનાં પહાજ નજીક કાર ચાલકે 2 બાઈકને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત, પાંચ વ્યક્તિ ઘાયલ.

Share

ભરૂચ જીલ્લાનાં વાગરાનાં પહાજ નજીક કાર ચાલક પૂર ઝડપે આવતા બે બાઈકોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે. વાગરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચનાં વાગરા નજીક પહાજ રોડ પર એક કાર ચાલક પૂર ઝડપે આવતા બે બાઇક ચાલકને ટક્કર મારતા આ બનાવમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું મોત થયાનું બહાર આવ્યું છે તેમજ પાંચ વ્યક્તિ ઘાયલ થયા છે. આ અકસ્માત થતાં જ જાગૃત નાગરિકે ઇજાગ્રસ્તો માટે 108 ને જાણ કરતાં તમામ ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બનતાની સાથે જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ એક્સિડન્ટની વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડીનાં મોટાવાસ વિસ્તારમાં શિતળા માતાજીનાં મંદિરે સાદગીથી સાતમની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

રોટરી ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ તરીકે સંધ્યા મિશ્રાએ શપથ ગ્રહણ કર્યા…

ProudOfGujarat

વાપીની બેંકોમાં ગ્રાહકોને કાગળની ગડ્ડી પકડાવી છેતરતી મુથ્થુ ગેંગના 4 ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!