Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં બે જેટલી અલગ-અલગ જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી.

Share

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલી આકાશ વિલાસ એપાર્ટમેન્ટમાં ત્રણ જેટલા મકાનોને ચોરોએ નિશાન બનાવ્યું હતું જેમાં હિતેશભાઈ બચુભાઈ ગોહિલ મકાન નંબર B.31 મકાનમાં ચોરી હાથફેરો કર્યો હતો જેમાં રોકડા રૂપિયા ૫૦ હજાર તેમજ સોનાના દાગીના મળી અંદાજિત લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

જ્યારે બીજી ચોરી અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ માનવ મંદિર વિસ્તારમાં રહેતા હસમુખભાઇ શાંતિલાલ લીંબચિયા રહે.મહાવીર સોસાયટીના જેઓ પોતાનું નવું મકાન લીધું હોવાથી નવા ઘરે સમગ્ર પરિવાર સુવા માટે ગયા હોય રાત્રી દરમિયાન ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ એક લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જી.આઈ.ડી.સી માં બે જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે બંને ચોરીની ફરિયાદ લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અહીં નોંધવું ઘટે છે કે છેલ્લા બે દિવસોમાં અંકલેશ્વરમાં ચોરો ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે.

Advertisement

Share

Related posts

નર્મદાનાં તિલકવાડા તાલુકામાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ : શ્રી ઇશ્વરસિંહ પટેલનાં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયરનું પુષ્પવર્ષા કરી બહુમાન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!