Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નબીપુરમાં લોકડાઉન બાદ પ્રાથમિક શાળાઓનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં આવેલી નબીપુર બુનિયાદી કુમારશાળા અને નબીપુર કન્યાશાળા આજથી લાંબા કોરોના કાળના સમયગાળાના અવકાશ બાદ ધો. 6 થી 8 નો પુનઃ પ્રારંભ થયો છે.

આ પ્રસંગે શાળાઓ શરૂ થવાના સમયે સમગ્ર શાળા પરિવાર બંને શાળાઓના પ્રવેશદ્વાર પર ઉભા રહી ગુલાબના ફૂલ દ્વારા આવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ પણ પોતાના જુના મિત્રોને મળવાના કારણે અતિ ઉત્સાહી જણાતા હતા. શાળા સંચાલકો અને શિક્ષકોએ પણ સરકારની માર્ગદર્શિકાને અનુસરી દરેક વિદ્યાર્થીને ફરજીયાત માસ્ક પહેરાવી હાથને સેનેટાઈઝ કરાવી સોશિયલ ડિસ્ટન્સ રાખી વર્ગમાં બેસાડયા હતા. આજે સ્કૂલોમાં બાળકોની હાજરીથી શાળા પરિવાર પણ ખુબ જ ખુશખુશાલ લાગતા હતા.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

લાલબાગના રાજા : જાણો શા માટે મુંબઈના લાલબાગના ગણપતિ છે પ્રખ્યાત.

ProudOfGujarat

મેડવે ટેકનોલોજીસના મેડપે કનેક્ટેડ કેર નેટવર્ક દ્વારા આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ તેના ગ્રાહકો માટે રજૂ કરે છે કેશલેસ ઓપીડી સર્વિસ.

ProudOfGujarat

આજે અયોધ્યા કેસ મામલે ચુકાદો આવવાનો છે ચુકાદાને લઈ સુરત પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!