Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : કોલીયાદ તાલુકા પંચાયતની બેઠકનાં ભાજપનાં ઉમેદવાર કિયા ગામમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા…

Share

વડોદરા જિલ્લાના વલણ કરજણ તાલુકાની કોલીયાદ બેઠકનાં ઉમેદવારે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ચૂંટણી પ્રચારમાં પણ તેજી જોવા મળી રહી છે. ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી મતદરોને રીઝવવાનાં પ્રયાસોમાં લાગી ગયા છે.

કોલીયાદ બેઠકના ભાજપના ઉમેદવાર લતાબેન પટેલે શુક્રવારના રોજ કિયા ગામમાં ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી ભાજપને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. મિડીયા સમક્ષ નિવેદનમાં ભાજપના ઉમેદવાર લતાબેન પટેલે જણાવ્યું હતું કે મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને કોલીયાદની બેઠક પર તેઓએ ભાજપ વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ખેડા તાલુકાના નાયકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલ યુવાનને કારે ટક્કર મારતા મોત નીપજયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતની ચુંટણીમાં પરિવર્તન પેનલ વિજયી.

ProudOfGujarat

ભરૂચ : કોરોના પોઝિટીવ દર્દીનાં અંતિમ સંસ્કાર બાદ PPE કીટ રઝળતી મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!