Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આગ બાદ બ્લાસ્ટમાં 4 કામદારો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચનાં ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારના સમયે અચાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી, ઘટનામાં ચાર જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જતા તમામને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રીએક્ટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાના કારણે કામદારો દાઝી ગયા હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે હાલ સુધી કંપની સત્તાધીશો તરફથી દુર્ઘટના અંગેનાં કારણો બાબતે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. મહત્વનું છે કે ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ અનેક કંપનીઓમાં અવારનવાર આ પ્રકારના અકસ્માતનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે જેમાં કામદારોનાં જીવનું જોખમ ઉભું થાય છે.

હાલ તો તમામ ઘાયલ કામદારોને સારવાર અર્થે ખસેડી ફેકટરી ઇન્સ્પેકટર સહિત ઝઘડીયા પોલીસે મામલા અંગે વધુ તપાસ હાથધરી છે અને કંપનીમાં સમગ્ર ઘટના કઈ રીતે સર્જાઈ છે તે તમામ દિશામાં તપાસનાં ધમધમાટ શરૂ કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ ૦૨ મોટર સાયકલો સાથે એલ સી બી પોલીસે એક ઇસમને ઝડપી પાડયો…

ProudOfGujarat

જામનગર-સુભાષ શાક માર્કેટમાં 5 કિલો ચરસ સાથે 1 શખ્સની ધરપકડ, ચરસની કિમત અંદાજે 50 લાખ રૂપિયા.

ProudOfGujarat

ભરૂચમાં BAPS દ્વારા પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન : BAPS સ્વામીનારાયણ મંદિરની રજત જયંતી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!