Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં BAPS દ્વારા પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન : BAPS સ્વામીનારાયણ મંદિરની રજત જયંતી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચના ઝાડેશ્વર BAPS સ્વામીનારાયણ મંદિરના રજત જયંતી વર્ષ નિમિત્તે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ૨૦થી ૨૪મી મે સુધી માનવ ઉત્કર્ષ મહોત્સવનું ભવ્ય અયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચના એમ. કે. કોલેજ સાઉનડ ખાતે આજથી ૫ દિવસ સુધી રાત્રે ૮:૩૦ કલાકે આયોજિત મહોત્સવમાં મોટીવેશનલ સ્પિકર અને આંતરરાષ્ટ્રીય વક્તા સંત અપૂર્વમુનિ સ્વામી નિત્ય અલગ અલગ વિષય પર વક્તવ્ય આપશે. જેમાં માન જો ધારે તો… તમારી સફળતા-તમારો સંકલ્પ, આર્થ સંતાનો સાવધાન, તમારી સંતતિ-તમારી સંપતિ, મિલેસુર મેરા તુમ્હારા.. તમાર સંબંધો-તમારી સંવાદિતા, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે, તમારો દેશ-તમારું સમર્પણ અને ઠાકર કરે તે ઠીક…, તમારી સમસ્યા-તમારી શ્રદ્ધા વિષય પર પ્રકાશ પાડશે.

મહોત્સવને અનુલક્ષીને યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મહોત્સવમાં વિશેષ પારાયણ અને આધ્યાત્મિક પ્રવચન શ્રેણી વિશે સંત અપૂર્વમુની સ્વામી, અનિર્દેશ સ્વામી, વિમલસ્મર્ણ સ્વામી અને સ્વરૂપનીષ્ઠ સ્વામીએ ઉપસ્થિત રહી માહિત આપી હતી. સાથે સાથે સમસ્ત ભરૂચ જિલ્લાની પ્રજાને પાંચદિવસીય મહોત્સવમાં રોજેરોજ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.


Share

Related posts

5 अक्टूबर, 2018 को रिलीज होगी फ़िल्म “लवरात्री”!

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે પત્તા પાનાનો જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચનાં પાંજરાપોળ ખાતે ગોપાષ્ટમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!