Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં માંગરોળ-ઉમરપાડાના મેડિકલ સ્ટોર્સ સ્વયંભૂ બંધ

Share

 

વાંકલ :

Advertisement

ઓનલાઈન દવાઓના વેચાણને કારણે સ્થાનિક મેડિકલ સ્ટોર્સને થઈ રહેલા આર્થિક નુકસાન અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના આક્ષેપોને લઈને ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિયેશનના આહ્વાન પર તા. ૨૦ મે ૨૦૨૬ બુધવારે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના મેડિકલ સ્ટોર્સોએ સ્વયંભૂ એક દિવસીય બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં આશરે ૭૫થી વધુ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. સાથે જ સમગ્ર સુરત જિલ્લામાં અંદાજિત ૬૫૦૦થી વધુ મેડિકલ સ્ટોર ધારકો આ બંધના એલાનમાં જોડાયા હતા.

માંગરોળ તાલુકા મેડિકલ એસોસિયેશનના પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું કે, સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ મનસુખભાઈ રૈયાણી ના માર્ગદર્શન હેઠળ તમામ કેમિસ્ટોને આ બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે ઓનલાઈન દવાઓના વેચાણમાં ગ્રાહકોને વધુ કમિશન અને ડિસ્કાઉન્ટના લાલચ આપી ખુલ્લેઆમ છેતરપિંડી કરવામાં આવી રહી છે. ઉપરાંત બોગસ અને શંકાસ્પદ દવાઓના વેચાણ અંગે પણ અનેક ફરિયાદો ઉઠી રહી હોવાનું જણાવાયું હતું.

મેડિકલ સ્ટોર્સ સંચાલકોનું કહેવું છે કે ઓનલાઈન વેચાણને કારણે નાના વેપારીઓને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે અને દવાના વેપારમાં અસમાન સ્પર્ધા ઊભી થઈ રહી છે. આ મુદ્દે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે મેડિકલ સ્ટોર ધારકોએ એક દિવસીય બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

મારી પુત્રીના ચારીત્ર્ય પર ખોટી શંકાએ તેની અને મારી પત્નીની હત્યા કરી પિતાની ફરિયાદ : સાસરિયા પુત્રીને છુટાછેડા આપવા કહેતાં હતાં જેને ઈન્કાર કરતાં તેમણે હિંસક કૃત્યને અંજામ આપ્યો : ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે મૃતક પરીણિતાના પિતાએ વેવાઈ સામે ગુનો નોંધાવ્યો

ProudOfGujarat

ભરૂચ : મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના ૯૮ મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!