Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે આવેલા અજાણ્યા ઈસમનું સારવાર દરમિયાન મોત…

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે એક અજાણ્યા ઈસમનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત ૧૯ મી ફેબ્રુઆરીના રોજ સાંજના ચાર વાગ્યાના સુમારે અંકલેશ્વર રેલવે સ્ટેશનની ઉત્તરે ઓ.એન.જી.સી. બ્રિજ નીચે રેલવે કિમી ૩૧૭/૧૮ ના થાંભલા પાસે ડાઉન મુખ્ય રેલ્વે લાઈન ઉપર કોઈપણ ટ્રેનની અડફેટે એક આશરે ૪૦ વર્ષનો અજાણ્યો ઈસમ આવી જતા તેનો જમણો હાથ ખભાના ભાગેથી કપાઇ જતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક શરીરે પાતળા બાંધાનો રંગે ઘઉં વર્ણનો, ઉંચાઈ ૫×૬ ઇંચ, કમરના ભાગે સ્લેટીયા રંગનું પેન્ટ પહેરેલ છે. બનાવની તપાસ ભરૂચ રેલવે પોલીસ મથકના એ. એસ.આઇ. હસનભાઇ એન. ચલાવી રહ્યા છે. મૃતકના વાલીવારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સ્કીલ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે મેગા પ્રમાણપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિરમગામ તાલુકાના ડુમાણા ખાતે વિશ્વેશ્વર મહાદેવના મહારૂદ્ર યાગનો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચમાં ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ટૂર્નામેન્ટ બિગ એવોર્ડ શો યોજાઈ ગયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!