Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ગેસ પાઇપલાઈનમાં લીકેજ બાદ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

Share

ભરૂચ શહેરનાં સ્ટેશન રોડ પર આવેલ હોટલ પ્લાઝા પાસે ગેસ લાઈનમાં આચનક લીકેજ બાદ ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આગની જ્વાળાઓ અચાનક ઉંચે સુધી પહોંચતા સ્થાનિકોનાં જીવ એક સમયે તાળવે ચોટયા હતા, જોત જોતામાં આગ વિકરાળ બનતા સ્થાનિકોએ ભરૂચ નગરપાલીકાનાં ફાયર વિભાગમાં જાણ કરી હતી.

ફાયરનાં લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર તાત્કાલિક કાબુ મેળવવાની તજવીજ હાથધરી ગેસ લાઈનનો વાલ્વ બંધ કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. મહત્વનું છે કે જે સ્થળે ગેસ લાઈનમાં આગ લાગી તેનાથી માત્ર 100 ફૂટની દૂરી પર પેટ્રોલ પંપ હોય લોકોમાં આગની જ્વાળાઓ જોઈ જીવ અધ્ધર થયા હતા પરંતુ તાત્કાલિક આગ કાબુમાં આવી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-જીઆઈડીસી ખાતે બાયસિકલ કલબ દ્વારા ફિટ ઇન્ડિયા અને પર્યાવરણની જાળવણી ના સંદેશ સાથે સાયક્લોથોન યોજાઈ

ProudOfGujarat

કોરોના પોઝિટીવ દર્દીને સારવાર આપવા પહેરાતી પી.પી.ઈ. કીટો ડસ્ટબિન પાસે મળી આવી જાણો ક્યાં ?

ProudOfGujarat

મોરબી-વાંકાનેરના મેસરિયા ગામ નજીક આવેલ રિયલ ફોર્મ નામની ફેકટરીમાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!