Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સેમિનાર યોજાયો.

Share

આજે મહિલા દિન નિમિત્તે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા મહિલા બાલ અધિકારીની કચેરીનાં સંયુકત ઉપક્રમે ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા દિન નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમનું ભરૂચનાં જાગૃત મહિલાઓએ ઉપસ્થિત મહિલાઓને સ્ત્રીઓનાં રક્ષણ અર્થે ધડવામાં આવેલા કાયદાઓની સમજ આપી હતી જેમાં કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 2005, કામકાજનાં સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી, અધિનિયમ 2013 સહિતનાં મુદ્દે સ્ત્રીઓને કાયદાકીય સમજ અપાઈ હતી.

અહીં નોંધનીય છે કે ભરૂચ જીલ્લા સહિત આજે ગુજરાતનાં જુદા-જુદા વિસ્તારોમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આજનો દિવસ પૂર્ણ થયા બાદ નિયમિત કાર્યોમાં વ્યસ્ત મહિલાઓ માટે કેટલું વિચારશે ? આપના સમજમાં મહિલા દિનનાં કાર્યક્રમોને એક દિવસ પૂરતા સીમિત ન રખાતા મહિલાઓને વધુ સતર્ક બનવાની તાલીમ આપવાનું બીડું કોઈ સંસ્થાએ ઉઠાવવાની તેવું આજનાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ ચર્ચા કરી હતી.

Advertisement

Share

Related posts

હાશ હવે શાંતિ : ભરૂચ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લા ૨૪ કલાકમાં ૮ તાલુકામાં ૧૬૮ મી.મી વરસાદ નોંધાયો : ત્રણ ડેમોના જળ સ્તરમાં પણ વધારો..!

ProudOfGujarat

નડિયાદ : પુત્રને વ્યસનની ટેવ હોવાથી પૈસા ન આપ્યા તો માતા- પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ ચટપટા હોટલ પાછળ પરણીતાના આપઘાત પ્રકરણમાં આપઘાત માટે દુષ્પ્રેરિત કરનાર આરોપી પતિની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!