Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં કોસમડી ગામ ખાતેની કુમકુમ સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રૂ. 4.50 લાખથી વધુ મત્તાની ચોરી કરી ફરાર…

Share

ભરૂચ જીલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત રહેવા પામ્યો છે ત્યારે અંકલેશ્વર તાલુકાનાં વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામ ખાતેની કુમકુમ સોસાયટીમાં રાત્રિ દરમિયાન દરવાજો તોડી ચોર લાખોનાં મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાનાં વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામ ખાતેની કુમકુમ સોસાયટી બી 153 માં રહેતા દિલીપસિંહ રાઠોડ રાત્રિ દરમિયાન નીચેનું મકાન બંધ કરી ઉપરના માળે સુવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ આગળ દરવાજાનું લોક તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત અંદાજિત કુલ રૂ. ૪.૫૦ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં વિમળાબેન દિલીપસિંહ રાઠોડએ જીઆઇડીસી પોલીસને જાણ કરી પોલીસે પ્રાથમિક વિગતો મેળવી સ્થળ તપાસ કરી અજાણ્યા ઇસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં જંગલ વિસ્તારમાં ભરવાડ પશુપાલકો આદિવાસીઓનાં હક પર તરાપ મારતા આક્રોશ ફેલાયો.

ProudOfGujarat

आमिर खान ने पानी फाउंडेशन हेतु श्रमदान करने के लिए छात्रों से किया आग्रह!

ProudOfGujarat

પંચમહાલમા બેંક કર્મચારીઓની હડતાલની નાણાકીય વ્યવહારો ખોરવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!