Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે વિદાય-આવકાર સમારંભ યોજાયો.

Share

પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે અન્ય જિલ્લામાં બદલી પામેલ અધિકારીઓ-કર્મચારીઓ માટે વિદાય સમારંભ અને બદલી પામી પંચમહાલ જિલ્લામાં પોસ્ટિંગ મેળવનારા અધિકારીઓને આવકાર આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લામાં પ્રોબેશનકાળ પૂરો કરનારા અજમાયશી આઈ.એ.એસ. રામ બુગલીયા, અમરેલી DRDA ના ડાયરેક્ટર તરીકે બઢતી સાથે બદલી મેળવવનાર ગોધરા પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, તેમજ મામલતદાર તરીકે બઢતી સાથે બદલી મેળવી વિદાય લઈ રહેલા બી.એમ. પટેલ અને એન.એન. બારીયાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

આ અધિકારીઓએ પંચમહાલ જિલ્લામાં પોતે વિતાવેલા કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને કલેકટર સહિતના સ્ટાફનો આભાર પ્રકટ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરને હસ્તે તમામને શાલ ઓઢાડી, શ્રીફળ આપી ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમજ આ સાથે જિલ્લામાં ચિટનીસ ટુ કલેક્ટર પદે બદલી થઈ આવેલા શ્રી કે વસાવાને પણ ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જન્મદિન ઉજવવાની આધુનિક રીત-રસમમાં બર્થે-ડે બોયએ પોતાનો જીવ ગુમાવ્યો.જન્મદિનની ખુશી અવસાનના ગમમાં બદલાય ગઈ.હજીપણ યુવાનો સમજે વિચારે તો સારું…

ProudOfGujarat

લીંબડીમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીના બાઈસેપ્સ જોઈને તમે પણ વર્કઆઉટ કરવા પ્રેરાશો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!