Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શાકમાર્કેટ, સરવરીયા હનુમાન મંદિર, ભાડીયા રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી.

Share

લીંબડી તાલુકામા આવતીકાલે એટલે કે તારીખ 13/4/2021 થી લઈને તારીખ 18/4/2021 સુધી લીંબડી ડેપ્યુટી કલેક્ટર હર્ષદવર્ધનસિંહ સોલંકી સાથે લીંબડી વેપારી એસોસિયેશન દ્વારા લોકડાઉનનો નિર્ણય લેતા આજે લીંબડી શાકમાર્કેટ, સરવરીયા હનુમાન મંદિર, ભાડીયા રોડ સહિતના અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી

ત્યારે ઘણા લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. તેમજ સોશ્યલ ડિસ્ટેન્સના ફટાકડા ફુટયા હતાં અને લોકો બજારમાં ચીજ વસ્તુઓની નહીં પણ કોરોનાની ખરીદી કરવા નિકળ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો અને લોકો લોકડાઉનને કારણે બજારમાં ખરીદી કરવા નિકળી પડ્યા હતા. ત્યારે હાલ લીંબડી શહેરમાં કોરોનાનો કાળો કહેર તુટ્યો છે ત્યારે વધુ કોરોનાને આમંત્રણ આપવાનો નિર્ણય લીંબડીની પ્રજાએ કર્યો હોય તેવા આજે લીંબડી બજારમાં દ્રશ્યો સર્જાયા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ મદીના હોટેલ પાછળ ના ભાગે જુગાર રમતા ચાર જુગારીઓને હજારોના મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

ProudOfGujarat

ભરૂચની ડૉ. ગંગુબેન હડકર હાઈસ્કૂલમાં ચાર દિવસીય સમર કેમ્પ સંપન્ન: વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસનો ઉમંગ

ProudOfGujarat

ભરૂચ : પીઠોર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!