Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં વડપાન ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવેલ બોર મોટર ટાંકી છેલ્લા એક વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન…

Share

નેત્રંગ તાલુકાના વડપાન ગામે પાણી પુરવઠા વિભાગ દ્રારા બનાવેલ બોર મોટર ટાંકી તૈયાર થયા બાદ ફકત ગત વર્ષે બે જ દિવસ ગ્રામજનોને પીવાનું પાણી નસીબ થયા બાદ મોટર ફૂંકાઇ જતા ચાલુ વર્ષે પશુઓથી લઇને લોકોને પીવાના પાણી માટે હવાતીયા મારવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ પછાત ગ્રામ્ય વિસ્તારની ગ્રામપંચાયતોનો વહીવટ સરકાર મા બાપ થકી આપવામાં આવતી ગ્રાન્ટો થકી કરવાનો હોય છે. ત્યા મોટર રીપેરીગના રુપિયા કયાથી લાવવા, ગામમા વસતા ગરીબ આદિવાસી લોકો પાસે પણ રુપિયા નથી. ગાંધીનગરથી જ બળી ગયેલ મોટર રીપેરીંગ માટે તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવે તેવું ગામ જનોમા ચર્ચાઇ રહ્યુ છે.

નેત્રંગ રાજપારડી રોડ પર રોડથી પૂર્વ દિશામાં બે કિલોમીટરના અંતરે આવેલ વડપાન ગામ ૧૦૦% આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. ગામ ફોકડી ગુપ ગ્રામપંચાયતના કાયક્ષેત્રમાં આવે પથરાળ વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશ મા ટેકરા પર આવેલ આ ગામમા ચોમાસાની સિઝન દરમિયાન વરસતા વરસાદનું પાણી કોઇ પણ જગ્યા સંગ્રહ થયા વગર બેફામપણે નદી નાળાઓ થકી વહી જાય છે. જળસંચય માટે પણ કોઇ સુવિધા પ્રાપ્ત નથી. પાણી સ્તર એકદમ ઉડા છે. સાતસોથી આઠસો, નવસો ફટ ઉડાએ માંડ પાણી નસીબ થયા છે. જેને લઇને દર ઉનાળાની સિઝનમા વડપાન ગામના લોકોને તેમજ પશુઓ માટે પીવાના પાણીની ભારે તકલીફ ઉભી થતી હોવાને લઇને રાજય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્રારા ૨૦૨૦ ના વર્ષમાં બોર મોટર ટાંકી તૈયાર કરવામાં આવ્યા છે. બોરમા શરૂ એવું પાણી છે બોરમા ઉતારવામાં આવેલ મોટર માટે વિજ કંપની પાસે પાણી પુરવઠા વિભાગ દ્રારાથી ફેઝ કનેકશન લઇને પીવાનું પાણી પુરુ પાડવા માટે શરૂ કરવામાં આવેલ પુરતું માંડ માંડ બે દિવસ ગામ લોકોએ ટાંકી માથી પાણી લીધુ હશે ત્યા જ બોરમા ફીટ કરેલ મોટર ફૂંકાઇ જતા લાખો રુપિયાના ખર્ચથી બનાવેલ આ યોજના શોભાના ગાંઠીયા છેલ્લા એક વર્ષથી પડી છે. બીજી તરફ ચાલુ સિઝનમા ગામ લોકોને તેમજ પશુઓને પીવાના પાણી માટે હવાતીયા મારવાનો વારો આવ્યો છે.

ત્યારે સરકાર દ્વારા આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબધુ યોજના થકી લાખો કરોડો રુપિયાની ગ્રાન્ટો ફાળવી રહી છે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્રારા પીવાના પાણીની સમસ્યા દુર કરવા ગામે ગામ બનાવેલ લાખો કરોડો રુપિયાની યોજના બાદ તેને કાયમ માટે ચાલુ રહે તે માટે કોઇપણ આગોતરૂ આયોજન કરવું જોઈએ એ ખાસ જરૂરી છે. પછાત આદિવાસી વિસ્તારમાં આવેલ ગ્રામપંચાયતોનો વહીવટ માંડ માંડ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાંટના રુપિયા થકી કરવાનો હોય છે. ત્યા બળી ગયેલ મોટર રીપેરીંગ માટે રુપિયા કયાથી લાવવાએ મોટો સવાલ છે. તેવા સંજોગોમાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદાર થકી સરકારમા યોગ્ય રજુઆત કરીને યોજના પૂર્ણ થયા બાદ તેની બાદ થતો ખર્ચ પણ સરકાર ઉઠાવે તો ગામે ગામ પીવાના પાણી માટે ખર્ચ કરી બનાવેલ યોજનાઓ કાયમ અવિરત ચાલુ રહેશે.તેવુ પ્રજામા ચર્ચાય રહ્યુ છે. પાણી પુરવઠા વિભાગ,તાલુકા વિકાસ અધિકારી,મામલતદાર વડપાન ગામના ગ્રામજનોની પીવાના પાણી સમસ્યા હલ કરશે ખરા.

Advertisement

Share

Related posts

ભાવનગર : મહુવા તાલુકાના અમૃતવેલ ગામેથી ટ્રક સાથે વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડિયા નજીકનાં ગુમાનદેવ મંદિર ખાતે સેનેટાઈઝર ડીસ્પેન્સર મૂકવામાં આવ્યું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાની વિધવા યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા પ્રેમીએ માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!