Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા નજીકનાં ગુમાનદેવ મંદિર ખાતે સેનેટાઈઝર ડીસ્પેન્સર મૂકવામાં આવ્યું.

Share

ઝઘડીયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે સેનેટાઇઝર ડીસ્પેન્સર મુકવામાં આવ્યુ. પ્રાપ્ત વિગતો મુજબ જેસીઆઇ અંકલેશ્વરના ઉપક્રમે ગઇકાલે જેસી વીકની ઉજવણીના ભાગરૂપેે ત્રીજા દિવસે ઝઘડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ હનુમાનજી મંદિર તથા પશુપતિનાથ મંદિર ખાતે સેનેટાઈઝર ડીસ્પેન્સરનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. જેમાં ઝોન પ્રેસિડન્ટ જેસી દિવ્યાંગ નાતાલી, ઝોન સેક્રેટરી જેસી ઈશાન અગ્રવાલ, જેસીઆઈ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ જેસી કેયુર શાહ, તથા જીસીઆરટી વિંગ પર્સન જેસી ગુંજાલી તથા જેસીઆઇ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.ઝઘડીયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા ગુમાનદેવ ખાતે આ સુવિધા ઉપલબ્ધ કરાતા યાત્રાળુઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં નર્મદા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

છોટાઉદેપુર : જુની બોડેલીનાં સરકારી રસ્તા બાબતે દિવસેને દિવસે વકરતો વિવાદ : દબાણ દુર ન થતાં જમીન માલિકે ધરણા આદર્યા.

ProudOfGujarat

ભરૂચ : જીલ્લા પંચાયતની સામેનાં ખુલ્લા પ્લોટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!