Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ.

Share

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. ત્યારે અહીંના રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોવિડ કેર સેન્ટર તાત્કાલિક ધોરણે શરૂ કરવા માંગ કરાઇ હતી. છેલ્લા કેટલાંક દિવસોથી તાલુકામાં કોરોના સંક્રમિત આઠથી વધુ દર્દીઓના મોત થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દર્દીઓને સારવાર ન મળતાં મૃત્યુ થયા હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે 15 એપ્રિલનાં રોજ સરકારી કન્યા છાત્રાલય ખાતે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં બે વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રત્યેક વિભાગમાં ૧૯૮ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને રાખવામાં આવશે.

જે પ્રસંગે સુરત જિલ્લાના માજી પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, માંડવી પ્રાંત અધિકારી, ડેપ્યુટી ડીડીઓ અમિતભાઈ ગામીત, ટીડીઓ છાસઠીયા, ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, ડૉ. યુવરાજસિંહ સોનારીયા, મુકુંદભાઈ પટેલ, મહેશભાઈ જોશી, મહામંત્રી દીપકભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

નવેઠા ખાતે 21મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

ProudOfGujarat

મ્યુકરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે : આરોગ્ય વિભાગ.

ProudOfGujarat

ભરૂચની શ્રવણ ચોકડી પરથી મહારાષ્ટ્ર કતલખાને લઈ જવાતી 16 ભેંસોને બચાવાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!