Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયામાં કોરોના સંક્રમણ અટકાવવા દર શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, અને કોરોનાના લક્ષણો જેવી બિમારીની ફરિયાદો ઉઠવા પામી છે. તાલુકામાં ઝઘડિયા રાજપારડી અને ઉમલ્લા એ ત્રણ મહત્વના વેપારી મથકો હોવાથી તાલુકાના ગામડાઓના લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરવા, કાચો માલ વેચવા આવતા હોય છે, ઉપરાંત ઝઘડીયા તાલુકા મથક હોવાથી સરકારી કામો માટે તાલુકાની જનતા આવતી હોય છે. તેવા સંજોગોમાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત રહે છે. ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા જાહેર જનતાજોગ એક નિવેદન કરવામાં આવ્યુ હતુ કે કોરોનાનુ સંક્રમણ વધવાના પગલે ઝઘડિયાના બજારો સવારે સાતથી બપોરના બે વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા. બપોરના બે વાગ્યા બાદ વેપાર-ધંધા સદંતર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત શુક્રવાર બપોરના બે વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધી ઝઘડિયામાં સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. આ ઉપરાંત ઉમલ્લા દુ.વાઘપુરાના બજારો પણ સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી જ ખુલ્લા રહે છે અને આવનારા દિવસોમાં પણ બજારો કોરોના સંક્રમણની ચેન તોડવાના આશયથી બે વાગ્યા બાદ વેપારી મિત્રોના સહયોગથી બંધ રહેશે તેમ અગ્રણી નરેન્દ્રભાઈ વસાવાએ જણાવ્યુ હતુ. રાજપારડી ગામે પણ ગ્રામ પંચાયતના કાર્યકારી સરપંચ પી.સી.પટેલ અને ગામ અગ્રણી ભુપતસિંહ કેસરોલા દ્વારા જાહેર અપીલ કરીને તાજેતરમાં ચાર દિવસીય સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં વરસાદ પછી પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગપતિઓ ના ગુનાહિત કૃત્ય ના લીધે વરસાદી ગટરો અને કાંશો માં વહેતા વિવિધ કલર ના ગંદા પાણી થી પર્યાવરણ ને થતું ગંભીર નુકશાન

ProudOfGujarat

ભરૂચમાં વેલ્ફેર હોસ્પિટલ ખાતે ડેરીકેડિટ કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

શહેરાઃ વાઘજીપુર ગામે આવેલી વરસાદી ગટરમા કચરાના ઢગ ખડકાયા સાફસફાઈ ક્યારે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!