Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : કોરોના કાળમાં પૈસા કોઈ કામના નથી તેમ કહી વ્યક્તિએ ઓવરબ્રિજ ઉપરથી પૈસા ઉડાવતો વીડિયો થયો વાયરલ…

Share

અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ ખાતે એક યુવકે બ્રિજની રેલિંગ પર આવી પહોંચી બુમરાણ મચાવી હતી, સાથે જ કોરોના કાળમાં પૈસા કંઈ કામ ન નથી કહી પૈસા ઉડાવવા લાગતા લોકોના ટોળા ભેગા થયા હતા, બ્રિજ પર ઉપસ્થિત લોકોએ યુવકને પકડી રાખી તેને સહી સલામત બહાર કાઢ્યો હતો.

પ્રાથમિક જાણકારી મુજબ આ યુવક બ્રિજની રેલિંગ નીચે ઉતરી આત્મહત્યાનો પ્રયાસ કરતો હતો અને રૂપિયા ઉડાવતો નજરે પડ્યો હતો જે સમયે ઉપસ્થિત લોકોએ તેનો વીડિયો ઉતારી લીધો હતો અને વાયરલ કર્યો હતો.

પોતે માનસિક તણાવમાં હોય અને આ પ્રકારનું પગલું ભર્યું હોય તેમ કેટલાક લોકોનું માનવું છે, હાલ સમગ્ર મામલા અંગેનો વીડિયો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, અને ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે ખરેખર કોરોના જેવી મહામારીમાં હવે લોકો પોતે માનસિક રીતે પણ હેરાન થયા હોય તેનો આ પુરાવો છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું, પાક. જાસૂસ ઝડપાયો.

ProudOfGujarat

અમરેલીમાં SOG ની ટીમે બે કિલો ગાંજા સાથે એક મહિલાને ઝડપી

ProudOfGujarat

સુરતમાં બિન સચિવાલયની પરીક્ષા મામલે તપાસની માંગણી કરવા એનએસયુઆઇ દ્વારા કોલેજોમાં હડતાલ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!