Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : અમેરિકામાં રહેતી નેત્રંગની દીકરીએ ગરીબ વિધવા મહિલાઓને અનાજ કિટનું વિતરણ કર્યું.

Share

પ્રાપ્ત માહિત મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંકમણથી નિર્દોષ રહીશો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે, કોરોના સંક્રમિતોનો દદીઁઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે, ખાનગી-સરકારી દવાખાનાની બહાર દદીઁઓનો જમાવડો નજરે પડી રહ્યો છે, ધંધા-રોજગાર બંધ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું છે, ગરીબ-મધ્યમવગઁ પરીવારની આથિઁક કમર તુટી ભાંગી છે, કેટલાક ગરીબ પરીવારના ઘરે ચુલો સળગતો નથી, પેટનો ખાડો પુરવા માટે લાચાર બની ગયા છે, પરંતુ એક જમવાનો એક કોળીયો પણ નસીબમાં નથી, આ કુદરતના કલયુગની કરામત લાગી રહી છે.

જેમાં મુખ્યત્વે નેત્રંગમાં વસવાટ કરતી ગરીબ વિધવા મહિલાઓની કોરોના વાયરસના સંકમણની સીધી અસર પડી રહી છે, કોરોનાના કાળમાં ગરીબ વિધવા મહિલાઓ લાચાર બની ગઈ છે, પરંતુ વિકટ પરિસ્થિતિમાં નેત્રંગના ચાર રસ્તા ઉપર રહેતા નઝીરભાઇ વાસણવાળાની દીકરી સીરીનબેન અસફાફ ગોરા અમેરિકામાં વસવાટ કરે છે, પિતાએ પોતાની દીકરીને નેત્રંગમાં કોરોના સંકમણથી ઉદભવેલી ગંભીર પરિસ્થિતિ બાબતે જાણકારી આપી આપી, અને દીકરીએ માદરે વતન નેત્રંગમાં વસવાટ કરતા ગરીબ વિધવા મહિલાઓને મદદરૂપ થવાની ઇચ્છા પોતાના પિતાને જણાવી, અને ૭૦ જેટલી વિધવા બહેનોને ૨૫ કિ.ગ્રા ચોખા, ૫ કિ.ગ્રા તુવેર દાળ, ૧ કિ.ગ્રા ખાંડ, ૫ લીટર તેલ, ચા, મરચું, હળદર, મીઠું સહિતની જીવનજરૂરી ચીજવસ્તની અનાજની કિટનું પોતાના પરીવારના સભ્યોને જણાવી વિતરણ કરાવી માનવતા મહેકાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ટ્રાન્સપોર્ટ સાથીદારની દાદાગીરી : ઝઘડીયા ખાતે ટ્રાન્સપોર્ટના ધંધાની મથામણમાં આરોપીએ તેના દીકરા સાથે મળીને ઈસમના ગળામાંથી ચેઇન ઝુંટવી.

ProudOfGujarat

લીંબડી : ભથાણ ગામે પ્રા.શાળા બાળકોને ચાઇનીઝ ડુપ્લીકેટ ચોખા વિતરણ થતા હોવાના શાળાગણ પર આક્ષેપ

ProudOfGujarat

સુરત : જીએસટી માં વધારો થતાં લિંબાયત વિસ્તારનાં ખાતેદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!