Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો…!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા નજીક આવેલ વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આદિત્ય બિરલા ગ્રાસીમ કંપની ખાતે આજે બપોરના સમયે અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.

અચાનક લાગેલ આગના પગલે આગના ધુમાડા કિલોમીટરો દૂર સુધી જોવા મળતા સ્થાનિક લોકોના જીવ તાળવે ચોટયા હતા, ઘટના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ૪ થી વધુ ફાયર ફાઈટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે, તો બીજી તરફ વાગરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.

હાલ આ આગ ક્યાં કારણોસર લાગી છે તેમજ આગમાં કોઈ જાનહાનિ છે કે કેમ તે અંગે સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી પરંતુ કંપનીમાં લાગેલ આગને જોતા મોટા નુકશાનનું અંદાજ લગાવાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને CSR એક્ટીવીટી ભાગરૂપે ડોનેશન સ્વરૂપે મળી ૩ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની સુવિધા અપાઇ

ProudOfGujarat

અખિલ ભારતીય વાલ્મિકી મહાપચાયત યુવામોર્ચા ના ઉપાધ્યક્ષ પદે કમલેશ સોંલકી ની નિમણુક.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ-પશુપાલન, સિંચાઇ, નાણાંકીય સમાવેશ અને કૌશલ્યવર્ધન સહિત માળખાકીય સુવિધાઓ ક્ષેત્રનાં સઘન અમલીકરણની દિશામાં ઘનિષ્ઠ પ્રયાસોની જરૂરીયાત પર ભાર મુકતાં કેન્દ્રીય પ્રભારી સચિવશ્રી આર.પી. ગુપ્તા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!