Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વચ્ચે તૌકતે વાવાઝોડાની સામે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ !..માછીમારોને કર્યા સાવચેત…

Share

ભરૂચ સહિત સમગ્ર ગુજરાત એક તરફ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યાં નવી આફત રૂપે તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈ જિલ્લા વહીવટી તંત્રે આગોતરી તૈયારીઓ આદરી તાકીદની બેઠક યોજી હતી. દરમિયાન દહેજ બંદરે ભયસુચક 1 નંબરનું સિગ્નલ લગાડી દેવાયું છે સાથે વાવઝોડાની દ્રષ્ટિને પગલે માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. સંભવિત તૌકતે વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ્રેશનને પગલે ભારતીય હવામાન વિભાગ દ્વારા પત્ર પાઠવતા દહેજ બંદરે 1 નંબરનું સિગ્નલ શુક્રવારે બપોરે 1:30 કલાકથી લગાવી દેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે 5 જેટી, માછીમારો અને કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરી માછીમારોને સમુદ્ર નહિ ખેડવા સુચન કરાયુ છે. દ્રીપમાં માછીમારી કરવા ગયેલ બોટ પરત બોલાવી લેવામાં આવી હતી. દરિયામાં દુરવર્તી વાવાઝોડાનો ખતરો દર્શાવવા માટે 1 નંબરનું સિગ્નલ લગાવાય છે. ભારતીય હવામાન વિભાગે પાઠવેલા આ સિગ્નલનો ઉપયોગ દુરથી વાવાઝોડાની ચેતવણી આપવા માટે થાય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશન આગામી 48 કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાય તેવી શકયતા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડાની વધારે અસર વર્તાવવાની શકયતાના પગલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને વહીવટી તંત્ર સલામતીના પગલે એલર્ટ થયું છે. દરિયાકાંઠાના વિસ્તાર પરથી 300 થી વધુ બોટ ભાડભૂત કાંઠે લંગારવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અરવલ્લી-ભિલોડાના અઢેરા ગામમાં જોવા મળ્યો ૧૦ ફૂટ લાંબો અજગર….

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ૮ થી ૪૪ વર્ષના નાગરિકોના વેક્સિનેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની પાણીની મેઇન લાઇન તૂટી જવાથી અમુક વિસ્તારમાં પાણી ના આવતા પાલિકાનાં બંબા દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!