Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા ગ્રામ્ય પોલીસે વેસ્ટ કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરનાર ષડયંત્રનો પર્દાફાસ્ટ કર્યો.

Share

જિલ્લામાં ગેરકાયદેસર કેમિકલની હેરાફેરી તથા ગેરકાયદેર રીતે કેમિકલનો નિકાલ કરી પર્યાવરણને નુકશાન કરનારાઓની કામગીરી પૂર ઝડપે થઈ રહી છે જે બાતમીને આધારે વડોદરા ગ્રામ્ય પોલીસની ટીમે ઈસમોને પકડવાની કામગીરી હાથ ધરી છે.

સૂચનાને આધારે બાતમી મળેલ છે કે વડુ પોલીસ સ્ટેશનની હદના કણજટ ગામની સીમમાં ઘનશ્યામભાઈ ચીમનભાઈ પટેલના ઈંટોના ભઠ્ઠામાં ઈંટો પકવવા બળતણ તરીકે ઉપયોગ કરવા માટે એક ટ્રક કેમિકલ વેસ્ટ ભરેલો બેરલો મંગાવેલ છે જે બાતમીને આધારે એસ.ઓ.જી. ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને રેડ કરી હતી, તે સમયે એસ.બી.જી. ભઠ્ઠાનો (1) માલિક, ધનશ્યામભાઈ ચીમનભાઈ પટેલ (2) કલીનર, મણિલાલ કાળીદાસ પટેલ અને (3) ભાવેશજી ગોકળજી ઠાકોર ભઠ્ઠી પાસે હાજર મળી આવ્યા હતા, તેમની સાથે વધુ તપાસ હાથ ધરતા લોખંડ તથા પ્લાસ્ટિકનો વેસ્ટ કેમિકલ ભસરેલો 49 નંગ બેરલોમાં 200 લીટર જેટલું કેમિકલ મળી આવ્યું હતું. સાથે ભઠ્ઠીમાં મૂકી રાખેલ લોખંડ તથા પ્લાસ્ટિક વેસ્ટ કેમિકલ ભરેલ 12 નંગ બેરલો 200 લીટર સહિત જમીન પર ઢોળાયેલ સોલિડ વેસ્ટ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલ ઈસમોની પૂછપરછ કરતા બીજા કેમિલકલનો જથ્થો જમીનમાં ખાડો કરીને ઢોળેલ હોવાની હકીકત સામે આવી હતી. જે આધારે બીજી ટ્રકમાં 50 લિટરનાં લોખંડનાં વેસ્ટેજ કેમિકલ ભરેલ પીપ કુલ નંગ – 106 મળી આવી તેમજ ટ્રકની બાજુમાં પ્લાસ્ટિકનાં વેસ્ટ કેમિકલ ભરેલ 200 લિટરના બેરલો નંગ-14 મળી આવ્યા હતા. ત્રણેય ઇસમો પાસેથી વેસ્ટ કેમિકલ ભરેલ 200 લિટરનાં કુલ બેરલ નંગ-75 કિં.રૂ. 15,000 તથા વેસ્ટ કેમિકલ ભરેલ 50 લિટરનાં પીપલ નંગ-106 કિં.રૂ. 5,300 તથા બે ટ્રક કિંમત રૂ. 13,00,000 મળી આવેલ જેમની સામે વડોદરા ગ્રામ્ય એસ. ઓ. જી. પોલેસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઉકાઈ ડેમમાં 7 લાખ ક્યુસેક પાણીનો આવરો થતાં સપાટીમાં સડસડાટ વધારો

ProudOfGujarat

નેત્રંગમાં ખેડુતે પોતાના જન્મદિવસ નિમિત્તે વિધવા મહિલાઓને ધાબળા વિતરણ કર્યા.

ProudOfGujarat

જંબુસર તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી વી.ઇ.સી.એલ. કંપની કેનાલ ઓવરફ્લો થતાં ખેતીની જમીન અને પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા નુકસાની વળતર આપવાની માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!