Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા પાલિકા દ્વારા સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી શરૂ કરાઇ.

Share

ગુજરાતના “તાઉ-તે” વાવાઝોડા અને વરસાદ બાદ રાજપીપલા નગરપાલિકાના તમામ વિસ્તરોમાં આજે વહેલી સવારથી જ સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડરનો છંટકાવ ઉપરાંત ૬ જેટલા મશીનોથી સેનીટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ પણ શહેરની સાફસફાઇ અને સ્વચ્છતાની ઉક્ત કામગીરીમાં વિશેષ લક્ષ આપી રહ્યાં છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર હેમેન્દ્રસિંહ માત્રોજાની રાહબરી હેઠળ નગરપાલિકાની ૪ જેટલી ટીમો ઉક્ત કામગીરીમાં જોડાઇ હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા સતત જારી રાખીને શહેરના તમામ વિસ્તારોને આવરી લેવાશે તેવી કાર્યવ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડિયાના દુ.માલપોર ગામે ખેતરના શેડા પરથી કોઇ અજાણ્યા ઇસમનો મૃતદેહ મળતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ આખરે અંક્લેશ્વરમાં સક્રિય….

ProudOfGujarat

ગરુડેશ્વર તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં કુલ-૧૯૩૨ બાળકોને વિનામુલ્યે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા ન્યુટ્રીશન ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!