Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે આજ દિન સુધી મ્યુકરમાઇકોસિસ રોગનો એક પણ દર્દી દાખલ થયેલ નથી

Share

નર્મદા જિલ્લામાં CDMO અને સિવીલ સર્જનની તેમજ કોવિડ-૧૯ ના નોડલ અધિકારી ડૉ. જયોતિબેન ગુપ્તાએ મ્યુકરમાઇકોસિસ રોગ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, આ રોગ એક ફંગસ ઇન્ફેકશન છે, જે કોરોનાના દરદીઓ સારવાર માટે દાખલ થતા હોય અને જેને લાંબા સમય સુધી કોર્ટિકો સ્ટીરોઇડ ઇન્જેકશન આપવામાં આવતા હોય અને જે દરદીઓની રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવા દરદીઓમાં આ મ્યુકરમાઇકોસિસ રોગ જોવા મળે છે. પરંતુ હાલ નર્મદા જિલ્લામાં રાજપીપલાની સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પીટલ ખાતે આજદિન સુધી આ મ્યુકરમાઇકોસિસ રોગના એક પણ દરદી દાખલ થયેલ નથી કે સારવાર હેઠળ નથી તેમજ નર્મદા જિલ્લામાં અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં પણ આવો કોઇ કેસ નોંધાયાના કોઇ અહેવાલ નથી.

ડૉ. જયોતિબેન ગુપ્તાએ આ અંગે વધુ જાણકારી આપતા ઉમેર્યુ હતું કે, નર્મદા જિલ્લામાં હાલમાં મ્યુકરમાઇકોસિસના એક પણ દરદી ન હોવા છતાં, જો આવી કોઇ પરિસ્થિતિ નર્મદા જિલ્લામાં હવે પછી ઉદભવે તો આવા દરદીઓને સત્વરે જરૂરી નિદાન અને સારવાર મળી રહે તે માટે નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજપીપલાની આ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે અગમચેતીના અને આગોતરા આયોજનના ભાગરૂપે અત્રે ૨૦ બેડની અલાયદી સુવિધા સાથેના આઇસોલેશન વોર્ડ સુસજજ કરાયાં છે અને જરૂર પડયે મ્યુકરમાઇકોસિસ રોગના દરદીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરીને આ અંગેની માર્ગદર્શિકા મુજબ જરૂરી નિદાન-સારવાર કરાશે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ ખાતે સુશાસન દિનની ઉજવણી અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વલસાડ : જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા ભાજપના અગ્રણી દિલીપ દેસાઈ.

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી પોલીસે સજોદ ગામની નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે લબરમૂછિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!