Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં કાકડવા ગામે ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ટ્રેકટર નીચે દબાઈ જવાથી ગામનાં યુવાનનું મોત.

Share

રાજપીપલા : નાંદોદ તાલુકાના કાકડવા ગામે ટ્રેક્ટર પલ્ટી ખાઈ જતા ટ્રેકટર નીચે દબાઈ જવાથી ગામનાં યુવાનનુ મોત નીપજતા ટ્રેક્ટર ચાલક સામે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરીયાદી બાબુભાઈ હકમસીંગ વસાવા (ઉ.વ ૫૦ ધંધો મજુરી રહે. કાકડવા નિશાળ ફળીયુ તા.નાંદોદ) એ આરોપી ટ્રેકટર નંબર GJ 22 H 6389 નો ચાલક નિલેશભાઈ શંકરભાઈ વસાવા (રહે કાકડવા તા.નાંદોદ) સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપીએ પોતાના કબજાનુ ટ્રેકટર નંબર GJ 22 H 6389 નુ ગફલતભરી રીતે અને બેફિકરાઇપણે ચલાવી લાવી ટ્રેકટર પલ્ટી ખાઈ જતા વિક્રમભાઈ મોરલીભાઈ વસાવા (ઉ.વ ૨૧ રહે કાકડવા )ટ્રેકટર નીચે દબાઈ જતા શરીરે પાછળના ભાગે બંને પાંસળીઓ ઉપર તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયું હતું. આમલેથા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપ


Share

Related posts

નર્મદા ઝોન સમિતિ દ્વારા વિવિધ રજુઆતો કરવામાં આવી…..ગ્રામ પંચાયતોને 15 માં નાણાંપંચનાં લાભો આપવા માંગ…

ProudOfGujarat

ઝનોર ગામે પારિવારિક બોલાચાલી મામલે મહિલાઓ વચ્ચે મારામારી : લાકડી અને પથ્થરથી હુમલાનો આક્ષેપ, ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ

ProudOfGujarat

રાહુલ શસ્ત્રો ક્યાંથી લાવ્યો તેની રસપ્રદ કડીઓ મેળવવાની હજુ બાકી છે જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!