Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડો ઝડપાયો, સુરતથી ટ્રાન્સફર વોરંટ હેઠળ એલ.સી.બી એ ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલયો..!

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ગત જાન્યુઆરી માસમાં કેલોદ ગામની સીમમાં ભૂખી ખાડી પાસે આવેલ મરઘા ફાર્મ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડી ૯ આરોપીઓને ૪ અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ સાથે ઝડપી પાડી કુલ ૬૨ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જેમાં વિદેશી દારૂનો વિપુલ જથ્થો ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે નયન બોબડો રહે.દાંડિયા બજાર ભરૂચ નાએ મંગાવેલ હોવાનું સામે આવ્યું હતું.

સમગ્ર મામલા અંગે જે તે સમયે તાલુકા પોલીસ નયન બોબડા સાથે તેના સાગરીતો સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પંરતું નયન કાયસ્થ સમગ્ર મામલા બાદથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો, છેલ્લા ઘણા સમયથી ફરાર એવો નયન બોબડો આખરે સુરતના ઇચ્છાપુર પોલીસ મથકે નોંધાયેલ દારૂમાં કેસમાં ઝડપાયો હતો.

Advertisement

નયન કાયસ્થ સુરત ખાતે ઝડપતા તેને ટ્રાન્સફર વોરંટ હેઠળ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે કબ્જો મેળવી તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી ગુનામાં સંડોવાયેલ અન્ય ઇસમોની ધરપકડની તજવીજ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૬ કુલ રૂ.૧૦,૮૦૦/- તથા એક ચાર વ્હીલ નું ટ્રાયસિંકલ મો.સા. એકટીવા નં.જી.જે.૦૪.સી.કયુ.૬૯૮૫ નો ચાલક કિ.રૂા.૩૫,૦૦૦/- તથા એક મોબાઇલ કિ.રૂા.૫૦૦૦/- એમ કુલ કિ.રૂા.૫૦,૮૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ઘોઘારોડ પોલીસ

ProudOfGujarat

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!