લોકોમાં મોબાઇલ વગર ન રહી શકવાની ‘નોમોફોબીયા’ની માનસિક બીમારી વધી..!
નો મોબાઇલ ફોન ફોબિયા એટલે કે ‘નોમોફોબિયા’. જેમાં વ્યક્તિ પાસે પોતાનો ફોન ન હોય ત્યારે લાગતો ડર. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત અમી અને ડો.ધારા આર.દોશીના મતે લગભગ આજ મોટાભાગની વ્યક્તિ વતે ઓછે અંશે આ ફોબિયાનો શિકાર બની છે. જેમાં સૌથી વધુ કિશોરો અને યુવાઓનો સમાવેશ થાય છે.આધુનિક યુગમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ જરૂરી થઇ ગયો છે. માણસોની સંખ્યા કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધુ છે તેમ કહેવામાં કંઈ ખોટું નથી. આપણા પરિવાર કે આપણી આસપાસ રહેતા દરેક વ્યક્તિઓ પાસે મોબાઇલ ફોન હોય જ છે.
આવા સ્માર્ટ ફોનના જમાનામાં જેટલા તેના ફાયદાઓ અને સગવડતા છે તેટલા જ ગેરફાયદા કે નુકસાન પણ છે. ઘરે બેઠા માનવી માત્ર હાથની બે આંગળીઓ ચલાવી દેશ- વિદેશ ફરી આવે છે, જમવાનું પણ મગાવી શકે છે. ઉપરાંત ટિકિટો બુક કરી શકે છે અને ઓનલાઇન ખરીદી પણ ઘરે બેઠા જ કરી શકે છે. તેમાં પછી મનોરંજનની વાત હોય કે કોઈ સૂચનાના કે માહિતીના આદાન-પ્રદાનનીસતત આગળ વધતા જતા જમાનામાં એક તરફ આધુનિક ઉપકરણોનો ઉપયોગ દરેક માટે જરૂરી છે. પરંતુ મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે તેનો ઉપયોગ વધુ પડતો થવા લાગે અને તેનું એડિક્સન થવા લાગે.
આ માનસિક બીમારીનો ભોગ બનેલા વ્યક્તિઓને નોમોફોબ પર્શન તરીકે ઓળખાવી શકાય છે.આજકાલ તો નાનું બાળક ચાલતા પણ ન શીખ્યું હોય તેની પહેલાં તે સ્માર્ટ ફોન ચલાવતા શીખી ગયો હોય છે. માતા-પિતા પણ બાળક જ્યારે તોફાન કરે કે માતા-પિતાને કંઈ કામ હોય તો બાળકને મોબાઈલ પકડાવી દે છે અને ત્યાંથી નોમોફોબિયાની શરૂઆત પણ થાય છેબાળકોમાં આજકાલ ઓનલાઇન ગેમિંગનો ખતરો વધ્યો છે. બાળકો કલાકો સુધી ઓનલાઇન ગેમ્સ રમતા હોય છે. જેને લીધે તેઓનું ફોન પ્રત્યેનું એડિક્સન વધે છે અને તેની અસર તેના માનસિક સ્વાસ્થ્ય પર તેમજ શ્રવણ શક્તિ કે અને દ્રષ્ટિ ક્ષમતા પર થતી હોય છે.
આ ઉપરાંત તેની કેટલીક સામાન્ય અસરો પણ છે જેમ કે કોઈ કામમાં મન ન લાગવું, માથામાં દુઃખાવો, સતત ડર લાગવો, અનિંદ્રા, થાક, આળસ, સ્વભાવમાં ચીડિયાપણું, માનસિક તણાવ, એકાગ્રતાનો અભાવ, આંખમાંથી પાણી નીકળવા વગેરે. વધુ પડતાં સ્માર્ટ ફોનના ઉપયોગથી વ્યક્તિ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી શકતો નથી. વિચારશક્તિ કમજોર થવા લાગે છે, ઝગડા કરે છે તેમજ તે સમાજની અન્ય વ્યક્તિ સાથે સમાયોજન સાધવામાં પણ નિષ્ફળતા અનુભવે છે.
લોકોમાં મોબાઇલ વગર ન રહી શકવાની ‘નોમોફોબીયા’ની માનસિક બીમારી વધી..!
Advertisement