Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રેષ્ટા કાર્યક્રમ અંતર્ગત અનુસુચિત જાતી (SC) નાં વિદ્યાર્થીઓને ધો. ૧૧ માં વિના મૂલ્યે પ્રવેશ મેળવવાની તક મળશે…

Share

શ્રેષ્ટા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા એસ્પિરેશનલ જીલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનુસુચિત જાતિ (SC) ના બાળકોને ધોરણ-૧૧ માં પ્રવેશ વર્ષ-૨૦૨૧-૨૨ થી પ્રવેશ મેળવવા માટેની યોજના અમલમાં મુકનાર છે, જે માટે કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ-૧૧ (SC) ના બાળકો માટે રૂા. ૧.૨૫ લાખની મર્યાદામાં શાળાને શિક્ષણ ફી તથા રહેવા તથા જમવા માટેની સુવિધા સાથે ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવશે, આ યોજના માટે તમામ પ્રકારની નિવાસી શાળાઓ પસંદ કરવામાં આવેલ છે અને વિના મૂલ્યે પ્રવેશ માટે ધોરણ-૯ અને ધોરણ-૧૦ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, રૂમ નંબર-૧૬, જીલ્લા સેવા સદન, નર્મદા તથા નર્મદા જીલ્લાની માધ્યમિક અને ઉ.મા. શાળાઓ પાસેથી મેળવી શકાશે. આવેદનપત્ર ભરવાની છેલ્લી તા.૧૦/૦૬/૨૦૨૧ (ગુરુવાર) છે. આ આવેદનપત્ર ઉપરોક્ત પૈકી કોઈ પણ કચેરી/શાળામાં જમા કરાવી શકાશે.સંભવિત પ્રવેશ પરીક્ષાની તા.૧૭/૦૬/૨૦૨૧ (ગુરૂવાર) ના રોજ સરકારી હાઇસ્કૂલ રાજપીપલા ખાતે બપોરે ૧૨:૦૦ કલાકે રાખવામાં આવેલ છે, જેની નોંધ લેવા જીલ્લા શિક્ષણાધિકારીશ નર્મદા-રાજપીપલા તરફથ જણાવાયું છે

Advertisement

Share

Related posts

સુરત પંથકમાં અસામાજિક તત્વો બેફામ બનતા લોકોમાં ભય.

ProudOfGujarat

ઝઘડિયા : પિતાની પુણ્યતિથીની પુત્ર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

દો…દો….47 ગીત ભારે પડ્યું – અંકલેશ્વરના માર્ગો પર કાર ચાલક યુવાનોનો વીડિયો ચર્ચામાં આવ્યા બાદ પોલીસ કાર્યવાહી, 6 યુવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!