Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સી.કે.રાઉલજીની આગેવાની હેઠળ ઓરવાડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાડા ગામે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા વીર શહિદ સુનિલભાઈના સ્મારક તથા ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .રોટરી કલબ ગોધરા અને બીલે ફાઉન્ડેશનના સહયોગ સાથે ગામમાં દરેક ઘરે જામફળ અને અન્ય આવક આપતા છોડનું રોપણ કરવામાં આવેલ હતું અને ભવિષ્યમાં આ રોપાઓથી ગ્રામજનોને રોકડી આવક મળશે અને પર્યાવરણ શુદ્ધ થશે.

ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જણાવ્યુ હતુ. વૃક્ષોનું વાવેતર આપણી સૌની જવાબદારી છે.પર્યાવરણનું જતન એ આપણી સૌની મુખ્ય ફરજ છે. પર્યાવરણનું સંવર્ધન અને સરંક્ષણની જવાબદારી સ્વીકારવાના નમ્ર નિવેદન સાથે સૌને વિશ્વ પર્યાવરણ દિનની શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પંચમહાલ અરવિદ સિંહ પરમાર, દંડક જિલ્લા પંચાયત, પંચમહાલ રમણભાઈ ડામોર જિલ્લા પંચાય સદસ્ય, ભૂપતસિંહ બારીયા માજી તાલુકા પંચાયત સદસ્ય, સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાનાં કોલીયાદ ગામમાં આવેલી તળાવડીમાં એક જ પરિવારનાં ત્રણ કિશોરો ડૂબી જતા ભારે હાહાકાર મચી જવા પામ્યો…

ProudOfGujarat

પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચના ન્યુ આનંદનગરમાં જુગાર રમતાં ચાર ઝડપાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!