Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના અઠવાલાઈન્સમાં 100 વર્ષ જૂના મામાદેવના મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ : ભકતોમાં રોષ.

Share

અંદાજે 100 વર્ષ જુના આ મંદિરમાં દર વર્ષે મંદિરની સાલગીરી સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમો રંગેચંગે ઉજવવામાં આવતાં હતાં. અઠવાલાઇન્સ ગોકુલમ ડેરી નજીકના રોડ ઉપર આવેલા ભગવાન મામાદેવના મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ જતા ભકતોમાં રોષની લાગણી ફેલાઈ છે. જોકે તસ્કરોએ દાન પેટી, આભૂષણો કે ચીજવસ્તુઓની જગ્યાએ ભગવાનની પ્રતિમાને જ નિશાન બનાવી હતી. મૂર્તિ ચોરીઇ જવા અંગે ભકતોએ ફરિયાદ દાખલ કરાવતા ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મામાદેવની પ્રતિમા મંદિરમાંથી ચોરી થતા ભાવિકોમાં રોષ ફેલાયો છે. આ મંદિર 100 વર્ષથી વધુ જૂનું છે. લોકો માનતા લઈને આવતા હોય છે. લોકોની આસ્થાનું પ્રતીક છે. ઉમરા પોલીસમા આ બાબતે ફરિયાદ આપી છે. પોલીસે વધુ તપાસ હાથધરી છે. જોકે અશોકભાઈએ કહ્યું કે, અમે ચોરને વિનંતી કરીએ છીએ કે, મૂર્તિ પાછી મૂકી જાય, ભગવાન અને ભક્તોની હાય આવા લોકોને ક્યારેય છોડતી નથી. મંદિરના સંચાલક અશોકભાઈએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. અગાઉ મંદિરોમાંથી દાન પેટી કે પછી કિંમતી વસ્તુઓ ચોરાઈ જવાની વાતો જોવા કે સાંભળવા મળતી હતી. જોકે આ વખતે તો તસ્કરોએ માઝા મૂકી હોય તેમ સામે આવ્યું છે. તસ્કરો ભગવાનની મૂર્તિઓ જ ચોરી રહ્યા છે. મામાદેવ મંદિરમાં શુક્રવારની સાંજે પૂજા કર્યા બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. આજે સવારે પૂજા પાઠ માટે મંદિર ખોલતા મૂર્તિ ગાયબ હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ખોટા પ્રમાણપત્રો મેળવનારા RBC સમાજના લોકોના પ્રમાણપત્રો તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીને રદ કરવાની માંગ કરતા મનસુખ વસાવા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા નજીકનાં ડ્રીમલેન્ડ પ્લાઝાનું શોપિંગ જર્જરિત થતાં ઉતારવાની કામગીરી કરાઇ…

ProudOfGujarat

શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી ગણેશ મૂર્તિ મેકિંગ કાર્યક્રમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!