Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને ગેસ-તેલના ભાવ વધારા લઈને વિરોધ પ્રદર્શન.

Share

– ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ ધરણા કરી વિરોધ વ્યક્ત કરતાં ભાવ ઘટાડવા માંગ કરી.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રાજમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસનું જીવન જીવવાનું મુશ્કેલ બન્યું છે. પ્રતિદિન પેટ્રોલ-ડીઝલ સહિત તેલ અને રાંધણ ગેસના સતત વધતા ભાવોથી લોકો ચિંતામાં છે. એક તરફ કોરોના મહામારીમાં લોકડાઉનમાં લોકો પાસે ધંધો-રોજગાર નથી અને બેકારીમાં સપડાઈ ગયા છે. યુવાનો પાસે રોજગારી નથી બેકારી વધતી ગઈ છે. જીડીપીનો દરનો ગ્રાફ નીચો થઈ ગયો છે. મોંઘવારીએ માઝા મૂકી છે. તેલ-ગેસ, પેટ્રોલ-ડીઝલ શાકભાજીના ભાવો વધી રહ્યા છે. તો આ કેન્દ્ર રાજ્યસરકાર લોકહિતના ધ્યાનમાં લઇ ભાવમાં ઘટાડો કરે એ માટે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ એક પ્રતિક ધરણા કરી ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરીશભાઈ વસાવા, નિવૃત્ત કલેકટર જગતસિંહ વસાવા, નટવરભાઈ વસાવા, ભુપેન્દ્રસિંહ, મુળજીભાઈ, ધારાસિંહ વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં રિક્ષામાં વહન થતું વિદેશી દારૂ ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.રૂપિયા ૫૯૦૦૦ ઉપરાંતની મતા જપ્ત …

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીનાં મોટાવાસ વિસ્તારમાં શિતળા માતાજીનાં મંદિરે સાદગીથી સાતમની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે દસ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!