Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સમાં પ્રમુખપદનો વિવાદ:માર્ચમાં સિનિયર વીપીના નિધન બાદ રોટેશન મુદ્દે સીએ-એડવોકેટો સામસામે

Share

બે મહિના પહેલાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સીએ અરવિંદ ગૌદાણાનું અવસાન થયા બાદ એડવોકેટ કાર્તિકેય શાહને ફેડરેશને સિનિયર વીપી બનાવી દેતાં વિવાદ થયો છે. ગુજરાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સની 30 વર્ષ જૂની સંસ્થા ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (એજીએફટીસી)માં નવા પ્રમુખ મુદ્દે ભારે વિવાદ થતાં ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ્સ એસોસિયેશને ફેડરેશનમાંથી રાજીનામું આપ્યું છે.
ઉપરાંત, સુનીલ તલાટી, બિહારી શાહ, ઉપેન્દ્ર ભટ્ટ, લતેશ પરીખ સહિત ફેડરેશનના પૂર્વ પ્રમુખો તેમજ 50 સીએએ પણ વ્યક્તિગત સભ્યો તરીકે રાજીનામાં આપી દીધાં છે. સંસ્થાના બંધારણ મુજબ સીએ, એડવોકેટ અને બહારગામ – એમ ત્રણ કેટેગરીમાંથી વારાફરતી પ્રમુખ બને છે. આ વખતે પ્રમુખ તરીકે સીએનો વારો હતો. સીએ એસો. આ માટે મુકેશ ખાંડવાલાનું નામ પણ મોકલ્યું હતું, જે ફેડરેશને ફગાવી દીધું હતું.
જોકે એડવોકેટને સિનિયર વીપી બનાવી દેવાતાં હવે આગામી પ્રમુખ સીએને બદલે એડવોકેટ બનશે, જેનો સીએ એસોસિએશને ભારે વિરોધ કર્યો છે.આ વિવાદ ઉકેલવા 25થી વધુ પૂર્વ પ્રમુખોએ મીટિંગ કરી હતી. ઉપરાંત 15 સભ્યોની કમિટી પણ બનાવાઈ હતી, જેણે નિર્ણય કર્યો હતો કે, સીએ જ સિનિયર વીપી બનીને પ્રમુખ બનવા જોઈએ. કમિટીના સભ્ય સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, સંસ્થાનો મૂળ ઉદ્દેશ એકતાથી કામ કરવાનો છે. 30 વર્ષમાં આવું પહેલી વખત થયું છે. આ ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટસના સ્વાભિમાનનો સવાલ છે. અમારો વિરોધ ગાંધીચીંધ્યા માર્ગે છે.

Advertisement

Share

Related posts

મહાત્મા ગાંધીજીના ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સરદારની કર્મભૂમિ એવી બારડોલી નગરમાં નણંદ ભાભી ની જોડી અનોખો વિશ્વ રેકોર્ડ સર્જશે.

ProudOfGujarat

ગોધરા શહેરમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ બે જીમ સંચાલકો સહિત 15 લોકોની અટકાયત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!