Proud of Gujarat
GujaratFeaturedINDIA

પબ્લિક ડિમાંડ : કોમેડિયન કપિલ શર્માએ બંને બાળકોની તસવીર શેર કરી.

Share

કોમેડિયન કપિલ શર્માએ 20 જૂન, રવિવારના રોજ ફાધર્સ ડે પર ચાહકોની ખાસ ડિમાન્ડ પૂરી કરી હતી. કપિલે પોતાના દીકરા ત્રિશાનની પહેલી તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં કપિલ શર્માના ખોળામાં ત્રિશાન તથા અનાયરા જોવા મળે છે. ત્રણેય કેક કટિંગ કરતાં હતાં.
ત્રણેય વ્હાઈટ ટીશર્ટમાં હતા. ફોટો શૅર કરીને કપિલ શર્માએ કહ્યું હતું, ‘પબ્લિકની ભારે ડિમાન્ડ પર અનાયરા તથા ત્રિશાન પહેલી જ વાર એક સાથે હેપ્પી ફાધર્સ ડે.’ કપિલની પત્ની ગિનીએ 1 ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો હતો. કપિલ શર્માના દીકરાની તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે કપિલ તથા ગિનીએ ડિસેમ્બર, 2018 માં લગ્ન કર્યાં હતાં. 2019 માં ગિનીએ દીકરીને જન્મ આપ્યો હતો. નીતિ મોહને કપિલને વિશ કરીને કહ્યું હતું, ‘હેપી બર્થડે ડિયરેસ્ટ કપિલ પાજી. તમને તથા તમારા પરિવારને પ્રેમ. હવે તો બેબીનું નામ કહી દો.’ આ પોસ્ટ પર કપિલ શર્માએ કહ્યું હતું, ‘આભાર નીતિ. આશા છે કે તમે તમારું સારી રીતે ધ્યાન રાખતા હશો. અમે તેનું નામ ત્રિશાન રાખ્યું છે.’ ઉલ્લેખનીય છે કે ત્રિશાનનો અર્થ વિજય એવો થાય છે.

Advertisement

Share

Related posts

જંબુસર નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી ક્યારે કરવામાં આવશે એવી ચર્ચાઓ ઉઠવા પામી છે.

ProudOfGujarat

લખતર ના પેઢડા નો બાળક સ્કૂલે જતા બેભાન હાલત મા રસ્તા પર મલિ આવતા ચકચાર

ProudOfGujarat

હઝરત સૈયદ વાહેદઅલી બાવાના જન્મદિન નિમિત્તે ઇન્દોર શાળાના બાળકોને અભ્યાસ ઉપયોગી વસ્તુઓ નું વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!