Proud of Gujarat
FeaturedGujaratINDIA

જૂનાગઢ : કોંગ્રેસ મહિલા મોરચાનો અનોખો વિરોધ : પાણીમાં ભજીયા તળી મોંધવારીનો કર્યો વિરોધ..!

Share

ક્રુડ તેલથી લઇને ખાવાના તેલ સુધીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ મોંઘવારીમાં લોકોને જીવવું દુષ્કર થઇ ગયું છે. પેટ્રોલ, ડિઝલ તો મોંઘું થયું જ છે, તેલના ડબ્બાના ભાવ પણ બેફામ વધ્યા હોય લોકોને તેલ ખાવું પણ પોસાય તેમ નથી. ત્યારે શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથિરીયાની આગેવાનીમાં પાણીમાં ભજીયા બનાવી મહિલાઓએ મોંઘવારીનો અનોખો વિરોધ વ્યકત કર્યો હતો.

પેટ્રોલથી માંડીને તેલના ભાવ દિવસેને દિવસે આકાશે આંબી રહ્યા છે. ત્યારે એક તરફ કોરોનાના લીધે ધંધાપાણી ભાગી પડ્યા છે. તો બીજી તરફ મોંઘવારીની મારના લીધે જીવન નિર્વાહ કરવો કઠીન બની ગયો છે. ત્યારે જૂનાગઢ શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરીયાની આગેવાનીમાં દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીનો વિરોધ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. “બહોત હુઇ મહેંગાઇ કી માર” ના રૂપાળા સૂત્રથી સત્તા પર બેઠેલી મોદી સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે.

Advertisement

દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીને લઇ પાણીમાં ભજીયા બનાવી મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરિયા, વર્ષાબેન લીંબડ,કારીબેન, રેહમતબેન તેમજ જુનાગઢ શહેરના તમામ મહિલા કોંગ્રેસ કાર્યકરોએ તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકામાં કામધેનુ ડેપો ઉપર છેલ્લા 3 માસથી વિનામૂલ્યે થેરાપી સારવાર આપવામાં આવી રહી છે.

ProudOfGujarat

શ્રી કે.જે.પોલિટેકનિક ભરૂચ કેમ્પસ ખાતે પ્રવેશ અંગે 22મી મેના રોજ માર્ગદર્શક સૅમિનાર યોજાશે

ProudOfGujarat

કેવડીયા ખાતે સરદાર વલ્લ્ભભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પતા ભારત સરકારનાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!