Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : અમરાવતી નદી ફરી પ્રદુષિત થતા અસંખ્ય માછલીઓનું મૃત્યુ : ફરિયાદ થતાં જીપીસીબી એ તપાસ હાથધરી.

Share

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીના લીધે અસંખ્ય માછલીઓના મૃત્યુ થયા છે.

આ અગાઉ પણ આવા બનાવો અનેક વખત બન્યા છે. ઘણા જળચર પ્રાણીઓ સહિત પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે. પાણીમા ખુલ્લેઆમ પાણી છોડવામા આવે છે જેનાથી મનુષ્યના સ્વાસ્થ્યને પણ ઘણુ નુકશાન પહોંચે છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશભાઇ પરમારની ફરિયાદના અનુસંધાને જીપીસીબી ઘટના સ્થળે તપાસ કરી છે. જોકે દરેક વખતે તપાસ થાય છે અને ઘટનાઓ બનતી જ રહે છે. લેખિત અને મૌખિક અનેક ફરિયાદો/રજૂઆતો બાદ પણ ગુનેગારો કોણ એ પણ જાણી શકાતું નથી જેથી ગુનેગારોને કોઈ સજા થતી નથી અને આ જ કારણે કાયમી ઉકેલ આવતો નથી.

રિધ્ધી પંચાલ, ભરુચ.

Advertisement

Share

Related posts

દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરાથી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન

ProudOfGujarat

ભરૂચના ડુંગરી વિસ્તારમાં ભરચોમાસાની જેમ રોડ પર પાણીનો ધોધ : પાલિકાની પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થતાં રિપેર કરવા ટાંકી ખાલી કરી

ProudOfGujarat

આણંદ જિલ્લાનાં પેટલાદથી શિરડી પગપાળા સંઘ વાંકલ આવી પહોંચતા તેઓનું વાંકલ સાંઈ મંદિરમાં સ્વાગત કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!