Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસે માંગરોલ ગામ પાસેથી ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા.

Share

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ તાલુકાના માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસેથી રૂપિયા ૨૮,૦૦૦ નો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહીબિશન ડ્રાઇવની કામગીરીમાં કરજણ પોલીસ મથક હદમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇકો ગાડી નંબર જીજે – ૦૬ – એચ એસ – ૪૫૮૫ માં વિદેશી દારૂનો જથ્થો ભરી માંગરોલ ગામમાં રહેતા અક્ષય રમણ વસાવાને આપનાર છે.

બાતમીના આધારે એલસીબી પોલીસ ટીમ દ્વારા માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે કંબોલા જવાના માર્ગ ઉપર વોચ રાખી ઉપરોક્ત ગાડી આવતા ગાડીને ઝડપી પાડી ગાડીમાંથી દારૂની બોટલ નંગ ૭૨ કિંમત રૂપિયા ૨૮,૦૦૦, ગાડી કિંમત રૂપિયા બે લાખ તેમજ મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૫૮,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી કરણ અરવિંદ વસાવા રહે. વાસણા (મંજુલા) તા. આમોદ જિ. ભરૂચ તેમજ હિતેષ સુરેશ વસાવા રહે. માંગરોલ તા. કરજણ જિ. વડોદરા નાઓની ધરપકડ કરી કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચમાં કોરોનાગ્રસ્ત પરિવારોને નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું…જાણો.

ProudOfGujarat

અંકલેશ્વરના દોઢ વર્ષના લવનું બાળપણ ફરીથી ધબકતું થયું

ProudOfGujarat

શામળાજી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બ્રેઝા અને ઇકો કારમાંથી 4.30 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, બુટલેગરો ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!