Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : લલ્લુભાઇ ચકલાથી જુનાબજાર સુધી નાંખવામાં આવતી પાણીની પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્થાનિક રહીશો દ્વારા વિરોધ.

Share

આજરોજ જુના ભરૂચમાં લલ્લુભાઈ ચકલાથી જુનાબજાર વિસ્તાર સુધી નાંખવામાં આવતી પાણીની પાઇપલાઇનનો લલ્લુભાઈ ચકલા વિસ્તારના આજુબાજુના રહીશો દ્વારા લલ્લુભાઇ ચકલના મુખ્ય રોડ પર ઉભા રહી શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો અને પાઇપલાઇનનું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.

જુના ભરૂચમાં ચુનારવાડ વિસ્તારમાં કેટલાક સમયથી પાણીની સમસ્યા હતી, જેના પગલે નગરપાલિકા દ્વારા લલ્લુભાઇ ચકલાની મુખ્ય લાઈનમાંથી પાણી પાઇપલાઇન ખેંચવામાં આવી રહી છે. ચકલા વિસ્તારના રહીશના જણાવ્યા અનુસાર લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં આમેય પાણી ધીરુ આવે છે.

જો જુના બજારના 25 ઘરોના પાણીની પાઇપલાઇન ખેંચવામાં આવે તો ચકલા વિસ્તારની 7000 જેટલા ઘરોને અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય શકે છે જેને કારણે લલ્લુભાઈ ચકલા વિસ્તારના લોકો એકઠા થઈને શાંતિપૂર્વકનો વિરોધ નોંધાવીને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગણી કરી હતી.

Advertisement

Share

Related posts

આ બેઠકો પરથી ભાજપે નો રિપીટની થીયરી અપનાવી, મોટા માથાઓને હતી આશા.

ProudOfGujarat

ભરૂચ : અખંડ ભારત હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ વહીવટી તંત્રની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર માટી ખનન અને રોયલ્ટી ચોરીનો પર્દાફાશ : પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે ચલાવ્યું ગુપ્ત ઓપરેશન, વાહનો અને મશીનરી જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!