Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાતા ચાલકનું મોત.

Share

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી હાલોલ જવાના ધોરીમાર્ગ પર બોડેલીથી ત્રણ કિ.મી.દુર આવેલ કકરોલીયા ગામ પાસે એક બાઈક રોડ પરની ડિવાઇડર સાથે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારના સમયે બોડેલી તાલુકાના ગડોદ ગામનો સંજયભાઇ ભાઇલાલભાઇ રાઠવા નામનો ૪૦ વર્ષીય યુવાન બાઇક લઇને બોડેલી તરફ આવી રહ્યો હતો, તે દરમિયાન કકરોલીયા ગામ પાસે બાઈક ચાલક યુવાને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઇક ડિવાઈડર સાથે અથડાતા બાઇક સવાર નીચે ફંગોળાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાઈક ચાલકનુ ઘટના સ્થળજ કરુણ મોત થયુ હતુ. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવકના મૃતદેહને પી.એમ.માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ફૈજાન ખત્રી કલારાણી


Share

Related posts

રાજપીપળા : લશ્કરી ભરતી માટેની અગ્નિપથ યોજનાનો નર્મદા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

ભરૂચ પાલિકા, વાગરા વિધાનસભાના આગેવાનો AAPમાં જોડાયા

ProudOfGujarat

શોખની કિંમત મોંઘી પડી : ભરૂચમાં AAP નેતા અને તેના મિત્ર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!