Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે સાપ કરડતા યુવતીનું મોત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે એક ૧૯ વર્ષીય યુવતીને ઝેરી સાપે ડંખ મારતા યુવતીનું મોત નીપજ્યુ હતુ. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ વણાકપોર ગામે રહેતા ફિરોઝખા પઠાણની ૧૯ વર્ષની દિકરી મુસ્કાનબાનું આજે સવારના નવેક વાગ્યાના અરસામાં ઘરની પાછળ વાડાના ભાગે લાકડા લેવા ગઇ હતી તે વખતે લાકડા ખસેડતા એક ઝેરી સાપે હાથની બે આંગળીઓ પર ડંખ માર્યા હતા. યુવતીએ બુમ પાડતા ઘરના માણસો દોડી આવ્યા હતા. યુવતીને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ પામેલ જાહેર કરી હતી. આ અંગે યુવતીના ભાઇ અબ્દુલકાદર ફિરોઝખા પઠાણે રાજપારડી પોલીસમાં જાણ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદાના નાંદોદ તાલુકાના મહુડીપાડા ત્રણ રસ્તા નજીકથી આમલેથા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક IRB ના વાહનને રેતી ભરેલ હાઇવા ચાલકે અડફેટે લેતા ચાર લોકોને ઈજાઓ પહોંચી છે.

ProudOfGujarat

વાંકલમાં ભારે પવન ફુંકાતા વૃક્ષ બાઈક પર પડતાં બાઇક ચાલક અને મહિલા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!