Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં એક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી : જલારામ ફાટકના જાહેર માર્ગો ઉપર લીપાપોથીની કામગીરીથી વાહન ચાલકોને હાલાકી.

Share

અંકલેશ્વર સિટી અને જી.આઇ.ડી.સી ને જોડતા જલારામ ફાટકના જાહેર માર્ગો ઉપર લીપાપોથીનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં થોડા થોડા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી હતી. રસ્તાઓ પર માત્ર કપચી જ પાથરી હોવાના આક્ષેપો લાગવામાં આવ્યા હતા, હાલ વરસેલ ભારે વરસાદને પગલે જાહેર માર્ગો ધોવાઈ જતાં બિસ્માર બન્યા છે.

અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ રાજમાર્ગો પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતાં તંત્ર દ્વારા લીપાપોથીની કામગીરી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં હાલ વરસેલ ભારે વરસાદને પગલે જાહેર માર્ગો ધોવાઈ જતાં બિસ્માર બન્યા છે. માર્ગો પર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સફાળા જાગેલ તંત્રએ બિસ્માર માર્ગના પેચવર્ક કામગીરી હાથ ધરી છે ત્યારે માર્ગ પર લીપાપોથી જ થતાં વાહન ચાલકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય મટિરિયલ વાપરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ પાલિકાનું પ.વ.ડી. વિભાગ બન્યું કોન્ટ્રાક્ટરોનો અડ્ડો

ProudOfGujarat

અંકલેશ્વર-બેંગ્લોર થી પરિવાર સાથે બાઈક પર પ્રવાસ કરવા નીકળેલી મહિનાનું એક્સિડન્ટમાં કમકમાટીભર્યુ મોત

ProudOfGujarat

ઓએનજીસીના સોલર પાવર પ્લાન્ટમાંથી 1.45 લાખના કોપર કેબલની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!