Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત યુવા બોર્ડની બેઠકમાં ઝઘડીયાના સંયોજક દિનેશ વસાવાને ભરૂચ જિલ્લાની જવાબદારી સોંપાઇ.

Share

ગતરોજ તા.૫ મી ના રોજ અમદાવાદ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની બેઠક મળી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની સંપૂર્ણ ગુજરાત રાજ્ય ટીમની ગુજરાત રાજ્યના સંયોજક જીગરભાઈ અને પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં અગત્યની બેઠકનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભરૂચ જિલ્લાના આગેવાન અને ઝઘડિયા તાલુકાના યુવા સંયોજક દિનેશભાઈ વસાવા ( ટીનાભાઈ ) ને ભરૂચ જિલ્લા વાલીની અગત્યની જવાબદારી સોંપવામાં આવી હતી.

ઝઘડીયા તાલુકાના અગ્રણી અને યુવક બોર્ડના તાલુકા સંયોજક દિનેશ વસાવાની આવી જિલ્લા સ્તરની મહત્વની જવાબદારી માટે વરણી થતા ઝઘડીયા તાલુકા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરોએ તેમને શુભેચ્છા આપી હતી. દિનેશ વસાવાએ તેઓ તેમને સોંપવામાં આવેલ જવાબદારી નિભાવવા કટિબદ્ધ રહેશે એવી લાગણી ઉચ્ચારીને પોતાની આ વરણી બદલ અગ્રણીઓનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પહોંચ્યો.

ProudOfGujarat

એશિયા કપ ફાઈનલમાં ભારતનો વિજય: પાકિસ્તાન પર 5 વિકેટે ભવ્ય જીત

ProudOfGujarat

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૪,૦૦૦ કિલો દ્રાક્ષનો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!