Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રિડમ અન્વયે ભાઈઓ માટેની દોડ યોજાઈ.

Share

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત સિનિયર કોચ કચેરી તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આયોજીત ભરૂચ ખાતે ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન ૨.૦ ભાઈઓની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ દોડને અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું.

આ દોડ શરૂ થતા પહેલા તમામે રાષ્ટ્રગીત ગાઈ એક અનેરો જુસ્સો વધાર્યો હતો. ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન ૨.૦ દોડનો ભરૂચની કલેકટર કચેરી પ્રારંભ થઇ માતરીયા તળાવ અને ત્યાંથી પાછા કલેકટર કચેરીએ પૂર્ણ થઈ હતી. ઘણી મોટી સંખ્યામા ભાઈઓએ ૨ કી.મી દોડમાં ભાગ લીધો હતો.

આ ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનમાં તપોવન કોલેજના ટ્રસ્ટી જાગૃતિબેન પંડ્યા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ડો સંગીતાબેન મિસ્ત્રી હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ફ્રીડમ રનમાં સદ વિદ્યામંડળના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ, પ્રાર્થના વિદ્યાલય, એમેટી વિદ્યાલય, સ્વામિનારાયણ ગુડવીલ, શ્રવણ વિદ્યાલય, નારાયણ વિદ્યાવિહારના વિધાર્થીઓ જોડાયા હતા. ભરૂચની જનતાએ દેશ ફિટ રહે અને મજબૂત બનાવવા માટેનો એક સંદેશ આપ્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદ શહેરમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના હસ્તે વિવિધ કામોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ઝઘડિયા : પોલીસ દળ વર્ગ-૩ ની સીધી ભરતીમાં સંવિધાનિક અનામત બેઠકોમાં અન્યાય બાબતે ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર ટિકિટ માટે ધમાસાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!