Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના તરોપા ગામે તિક્ષ્ણ હથીયાર વડે ખૂન કરી મૃતકની પત્નીએ પહેરેલ દાગીના લૂંટ કરવાની કોશીશ કરતા પોલીસ ફરિયાદ.

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંના તરોપા ગામે કોઈ અંગત કારણસર ગામના આદિવાસીને તિક્ષ્ણ હથીયાર વડે ગળાના બોચીના ભાગે હુમલો કરી તેનું ખુન કરી મોતને ઘાટ ઉતારવાની ઘટના સામે આવી છે. ત્યારબાદ તરોપા ગામે મૃતકની પત્નીને કોયતાની અણીએ પહેરેલ દાગીના(કેલા) કાઢી લેવાના ઇરાદે લુંટ કરવાની પણ કોશીશ કરતા આમલેથા પોલીસ મથકે મર્ડર કેસની પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

જેમાં ફરીયાદી વાલીબેન ભાણાભાઇ માનસીંગભાઇ જાતે વસાવા( રહે.તરોપા કોટવાળ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા)એ આરોપી વિશાલભાઇ વસંતભાઇ વસાવા (રહે.રાણીપુરા નવી નગરી તા.નાંદોદ જી.નર્મદા) સામે ફરિયાદ નોંધી છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપી વિશાલભાઇ વસંતભાઇ વસાવા રહે.રાણીપુરા નવીનગરી તા.નાંદોદ જી.નર્મદા)કામના ફરીયાદી તથા
તેનો પતિ તરોપા ગામની સીમમાં આવેલ ઘરે હાજર હતા. તે વખતે સાંજના સાતેક વાગ્યાના સુમારે આરોપી ફરીયાદી ઘરે આવેલો અને ફરીયાદીનાં પતિને કહેલ કે મે સસલું મારેલ છે. ચાલો આપણે તેને કાપીને માંસ લઇને આવીએ છીએ. તેમ કહી ફરીયાદીના પતિને તેની સાથે લઇ જઇ તરોપા ગામની સરકારી ગૌચરની જમીનમાં ફરીયાદીના પતિને તિક્ષ્ણ હથીયાર વડે ગળાના પાછળના બોચીના ભાગે મારી ખુન કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. થોડીવાર પછી કોયતુ લઇ ફરીયાદીના ઘરે આવી ફરીયાદીએ પહેરેલ દાગીના(કેલા) કાઢી લેવાના ઇરાદે લૂંટ કરવાની કોશીશ કરી નાસી જઇ ગુનો કરતા પોલીસે તપાસ આદરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

૨૪ અને ૨૫ માર્ચે તાલુકા તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ, અરજદારોને ઓનલાઈન અરજી કરવાની અપીલ

ProudOfGujarat

ભરૂચમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાડનારા 3 ઝબ્બે : 2 વોન્ટેડ

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં ચિકન અને દારૂની મહેફીલનો વિડીયો થયો વાયરલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!