Proud of Gujarat
GujaratFeaturedINDIA

દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક.

Share

નર્મદા જિલ્લામા છેલ્લા પાંચ દિવસથી સતત સારો વરસાદ થઈ રહ્યો છે જેમાં ગત રાત્રીએ આખી રાત ભારે વરસાદ પાંચેય તાલુકાઓમાં પડતા એક જ રાતમાં એકથી દોઢ ઇંચ સાર્વત્રિક વરસાદ થયો હતો. જેમાં તિલકવાડા, નાંદોદ અને ગરુડેશ્વર ત્રણ તાલુકાઓમાં દોઢ ઇંચ વરસાદ થયો હતો જયારે દેડિયાપાડામાં અને સાગબારા તાલુકામા એક એક ઇંચ વરસાદ થયો છે.

દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક વધી જતા કરજણ ડેમ 58% થી વધીને 76.25% ભરાઈ ગયો છે. કરજણ ડેમની સપાટી હાલ વધીને 110.62 મીટરે પહોચી છે હાલ કરજણ ડેમમાં 5060 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ડેમમા સિંચાઈ માટે અને પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો હોય ડેમમાથી પાણી છોડવામાં આવતું નથી. બન્ને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ રાખ્યા હોવાથી હાલ વીજ ઉત્પાદન પણ બંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ, ઓગસ્ટ બે મહિના નર્મદામા વરસાદ ખેંચાયા પછી સપ્ટેમ્બરમા શ્રાવણ પણ કોરો ગયા પછી ભાદરવામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. છેલ્લા પાંચ દિવસથી નર્મદામા સારો વરસાદ થયાં બાદ છેલ્લે દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાઓમા વરસાદ નોંધાતા આભારે વરસાદ થતાં બન્ને તાલુકાઓમાં રસ્તાઓ, નાળાઓનું ભારે ધોવાણ થયું છે. બે દિવસથી નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ ક્રમશ વધારો થઈ રહ્યો છે વધારો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર નર્મદા ડેમની છેલ્લા બે મહિનાથી જળ
સપાટી ૧૧૫ થી ૧૧૬ મીટરની વચ્ચે જ રહેતી હતી. પરંતુ છેલ્લા બે દિવસથી નર્મદા ડેમ વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા ડેમ પર પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 120.23મીટર થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 17984 ક્યુસેક છે. નર્મદા ડેમની જળ સપાટી વધવાને કારણે સરદાર સરોવરમાં પાણીનું ગ્રોસ સ્ટોરેજ 4959 મિલિયન કયુબિક મીટર થયું છે.

Advertisement

નર્મદાના આ બન્ને તાલુકાઓમા મુશળધાર વરસાદથી કરજણ નદી, તરાવ નદી, દેવ નદી, ધામણખાડી, કંજાઈ ગામની નદી અનેખાડીઓમાં વરસાદના પાણીના ઘોડાપુર આવ્યા છે. મોટીપરોડી, ખોચર પાડા નદી અને ખાડી કોતરોમાં ઝરણાંઓમા ચેકડેમોમાં વરસાદના પાણી વહેતાં થયા હતા. આ વિસ્તારના ખેડૂતોનાં ખેતરોમાં વરસાદ અમૃત તુલ્ય વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. જેમાં કપાસ, મકાઈ, તુવેર, ડાંગર, કયારાઓની ડાંગર, સોયાબીન, કેળ, શેરડી અને શાકભાજીના પાકને ફાયદો થયો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમની સપાટી 120.23 મીટર, કરજણ ડેમની સપાટી-110.62 મીટર છે. નાના કાકડીઆંબા ડેમની સપાટી 184.25 મીટર અને ચોપડવાવ ડેમની સપાટી મીટરની સપાટી 184.20 મીટર રહેવા પામી છે. જોકે બીજી તરફ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના નિવાલ્દા ગામે વીજળી વૃક્ષ પર પડતાઆખે આખા વૃક્ષના બે ફાડચા થઈ ગયા હતા, જોકે કોઈ મોટી જાનહાનિ થઈ ન
હતી.

નર્મદા જિલ્લામાં છેલ્લા બે ચાર દિવસથી સારો એવો વરસાદ થઈ રહ્યો છે, તો ઘણી ખરી જગ્યાએ વીજળી પડવાના બનાવો પણ બની રહ્યા છે. જેમાં પ્રાથમિક જાણકારી મુજબ સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ નિવાલ્દા સામે રહેતા અશોકભાઈ વસાવાની ઘરની આગળઆવેલા વૃક્ષ પર રાત્રી દરમિયાન જોરદાર કડાકા સાથે વીજળી પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પણ વીજળી પડતા આજુબાજુમાં આવેલા રેહણાંક ઘરોમાં લાઈટ પંખા સહીત વિદ્યુતથી ચાલતી ઈલેકટ્રોનિક વસ્તુ તમામને નુકસાન થયુ હતું અને નિવાલ્દા ગામે વીજળી વૃક્ષ પર પડતા આખે આખા વૃક્ષના બે ફાડચા થઈ ગયા હતા. ભારે વરસાદને કારણે ડેડીયાપાડા તાલુકામાં અંદાજિત ૧૫ કિલોમીટરનો રસ્તો ધોવાઈ ગયો છે.

ડુમખલથી ખાલ જવાના રસ્તો બિસ્માર થતાં સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દેવ નદી ઉપરના બે મોટા નાળા વરસાદથી ધોવાયાં છે. આ રસ્તા ઉપર વરસાદના પાણી ફરી વળ્યાં છે. રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. રસ્તા ઉપરમોટા મોટા ખાડા પડી ગયા છે. ઠેર ઠેર પથ્થરો નીકળી ગયાં છે. રસ્તાનું નામોનિશાન જોવા મળતું નથી. ઠેર ઠેર આ રસ્તા ઉપર વરસાદના પાણી ભરાઈ ગયા છે અને વરસાદના પાણી રસ્તા ઉપર થઈ વહી રહ્યાં છે. રસ્તા ઉપર કાદવ કીચડ થઈ જતાં કણજી, વાંદરી, માથાસર, ડુડાખાલ, સુરપાણ,ખાલ ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કણજી ગામ પાસે દેવ નદી ઉપર નાળું સંપૂર્ણ ધોવાઈ ગયું છે. મહારાષ્ટ્રના લોકોને પણ હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.

જયારે ગરૂડેશ્વર તાલુકાના છેવાડાના 3 ગામો જંતર, ગડી, લીમખેતરનો રસ્તો બંધ થઈ જવા પામ્યો છે. આ ગામમા જતી વખતે 3 નદી આવે છે જેમાં પાણી ફરી વળતા ત્રણ ગામોનો સંપર્ક તૂટી જતા આ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગડી, જંતર, લીમખેતરના લોકોને ખૂબ જ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. વર્ષોથી આ ગામોમા ચોમાસામાં કોઈ વાહન પણ આવી શકતું નથી ખાસ તો હોસ્પિટલના પ્રશ્નો માટે નથી બહાર જઈ શકાતું અને કોઈ આવી શકતું નથી.

જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500 થી વધુ કેસો

ProudOfGujarat

પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે નાણા વર્ષ 2024 ના પહેલા ત્રિમાસિકમાં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું – પીએટી 11.8% વધ્યો અને જીડીપીઆઈ 18.9% વધી, જે ઉદ્યોગની 17.9% ની વૃદ્ધિ કરતા વધુ છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!