Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક રાજધાની એક્સપ્રેસની અડફેટે અજાણ્યા આધેડનું મોત…   

Share

ભરૂચના અંકલેશ્વર રેલવે સ્ટેશનની ઉત્તરે રેલવે કી.મી. નં. 317/20-22 ની વચ્ચે ડાઉન લાઈનની બાજુમાં ગતરોજ રાત્રીના નવ વાગ્યાના સુમારે એક પચાસ વર્ષના આશરાના અજાણ્યા આધેડનું ટ્રેન નંબર 02953 રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે અકસ્માતે આવી જતા તેને શરીર પર થયેલ ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું.

મૃતક ઇસમે કેસરી રંગની કારી આડી લાઇનિંગવાળી અડધી બાયની ટી શર્ટ તથા જાંબલી રંગની નાઇટી પહેરેલ છે. બનાવની જાણ અંકલેશ્વર રેલવે આઉટ પોસ્ટને થતા એ.એસ.આઈ. હસનભાઈ નાયકાભાઈએ કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ  કરાવી વાલી વારસોની શોધના ચક્રો ગતિમાન કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

સુરતનાં જહાંગીરપુરામાં નવમાં માળે ઘરનો દરવાજો લોક થઈ જતા મહિલા ફસાઈ, ફાયરના જવાનોએ ગેલેરીમાંથી દિલધડક રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન રથ ભરુચ જિલ્લામાં પ્રવેશ્યો

ProudOfGujarat

સુરત : આકાશ સલીયાએ રીયલ ડાયમંડ પર ભારત દેશના નકશાનું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેસર વડે આકૃતિ ઉપસાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!