Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વહેલી સવારે ABC ચોકડી પાસે ફોર વ્હીલમાં લાગી આગ : રોડ પર ટ્રાફિકજામ સર્જાયો.

Share

આજરોજ ભરૂચ પંથકમાં આવેલ ABC ચોકડી પર એકાએક હોનારત સર્જાઈ હતી. સવારે લગભગ 6 થી 7 વાગ્યાના અરસામાં વેગન-આર ફોરવ્હીલર ગાડી ચાલક ભરૂચ તરફથી જી.એન.એફ.સી. ચોકડી તરફ જઇ રહ્યો હતો ત્યારે એકાએક ગાડીમાં આગ લાગતા હોબાળો મચી જવા પામ્યો હતો.

એબીસી સર્કલ પાસે દરરોજ સવારે જનરલ શિફ્ટની દહેજ ઝઘડીયા વાગરાની કંપનીની બસો પસાર થતી હોય છે ત્યારે વહેલી સવારે જ એક ફોર વ્હીલર ગાડીમાં સ્પાર્ક થતાં એકાએક સળગી ઉઠી હતી તેવામાં ગાડી હંકારનારે ગાડી ઊભી રાખી અને તે ગાડીમાંથી ઉતરી ગયો હતો અને અમુક જ પળોમાં ગાડી બળવા લાગી હતી જેથી લોકોના ટોળેટોળાં જામી ગયા હતા અને રસ્તાની વચ્ચોવચ આગ બેકાબૂ બનતા બસોને અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં તેઓ ઘટના સ્થળ પર પહોચી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો જે બાદ ટ્રાફિક હળવો થવા પામ્યો હતો.

Advertisement

Share

Related posts

ઉમરપાડા પોલીસે કર્ણાટકની ચાર કરોડની લૂંટના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો : ફિલ્મી ઢબે ખેતરોમાં પીછો કરી આરોપીને ઝડપી પાડતા પોલીસને મોટી સફળતા

ProudOfGujarat

અંકલેશ્વરની એસ.વી.ઈ. એમ ગુ.માં સ્કુલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

વડોદરા તરસાલી ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!