Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : લઘુમતી મોર્ચાના દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયુ.

Share

પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મુસ્તુફા પુનાવાલા ઉપ-પ્રમુખ રિઝવાન મુલતાની ગોધરા અર્બન બેંકના સહયોગથી ગોધરા ખાતે લઘુમતી સમાજના બાળકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મદિન નિમિત્તે તથા બેટી બચાવો બેટી પઢાવોના ઉદ્દેશ્યથી ધારાસભ્ય સી કે રાઉલજીના હસ્તે નોટબુકો તથા શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ ભાજપ લઘુમતિ મોરચા દ્વારા જિલ્લામાં વિવિધ ગામોમાં આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે ગોધરા ભાજપ પ્રમુખ દિલીપભાઈ દસાડીયા, રાજપૂત સમાજના અગ્રણી પી ડી સોલંકી, મોરચાના મંત્રી તૈયબ કલંદર, વોરા સમાજના અગ્રણી ઈમરાન ભાઈ ઈલેક્ટ્રીકવાળા, અર્બન બેંકના અસગરી સાહેરવાલા, ફિદાઅલી અંતેલાવાલા હાજર રહી આ સેવાયજ્ઞમાં જોડાયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તેમજ તાબાની તાલુકા કોર્ટોમાં આજે સવારે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી..જેને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી…….

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રંગોત્સવની ભવ્ય ઉજવણી થશે.

ProudOfGujarat

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી, ED એ મનીષ સિસોદિયાના ‘નજીકના સહયોગી’ ની કરી ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!