Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : લઘુમતી મોર્ચાના દ્વારા બાળકોને નોટબુકનું વિતરણ કરાયુ.

Share

પંચમહાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મુસ્તુફા પુનાવાલા ઉપ-પ્રમુખ રિઝવાન મુલતાની ગોધરા અર્બન બેંકના સહયોગથી ગોધરા ખાતે લઘુમતી સમાજના બાળકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મદિન નિમિત્તે તથા બેટી બચાવો બેટી પઢાવોના ઉદ્દેશ્યથી ધારાસભ્ય સી કે રાઉલજીના હસ્તે નોટબુકો તથા શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પંચમહાલ ભાજપ લઘુમતિ મોરચા દ્વારા જિલ્લામાં વિવિધ ગામોમાં આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે ગોધરા ભાજપ પ્રમુખ દિલીપભાઈ દસાડીયા, રાજપૂત સમાજના અગ્રણી પી ડી સોલંકી, મોરચાના મંત્રી તૈયબ કલંદર, વોરા સમાજના અગ્રણી ઈમરાન ભાઈ ઈલેક્ટ્રીકવાળા, અર્બન બેંકના અસગરી સાહેરવાલા, ફિદાઅલી અંતેલાવાલા હાજર રહી આ સેવાયજ્ઞમાં જોડાયા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

मंजीत हिरानी की पुस्तक के लिए दिया मिर्ज़ा ने लिखा फॉरवर्ड!

ProudOfGujarat

ભરૂચના વિવિધ પોલીસ મથકોની હદમાં ઝડપાયેલ કરોડોના દારૂના જથ્થા ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યું

ProudOfGujarat

સુરત : સરકારી શાળાના આચાર્યે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષામાં મદદરૂપ થવા બનાવ્યા મેથ્સનાં QR કોડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!