ભરૂચમાં પેટ્રોલની કિંમતો વધુ અસ્થિર થઈ રહી છે, કારણ કે ક્રૂડ ઓઈલના ભાવમાં મક્કમ વલણ જોવા મળી રહ્યું છે. ભરૂચમાં પેટ્રોલ 100.57 (6 ઓક્ટોબર 2021) માં આજના પેટ્રોલના ભાવની તપાસ કરવી અગત્યનું છે, ખાસ કરીને જો તમે લોંગ ડ્રાઈવ માટે જઈ રહ્યા હોવ યાદ રાખો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે, તેથી જો તમે લાંબા અંતરની મુસાફરી કરી રહ્યા હોવ તો તમે ઘણું ગુમાવી શકો છો. ડોલર સામે રૂપિયો પણ નીચો ગયો છે, જેના કારણે ભરૂચમાં પેટ્રોલના ભાવ પહેલા કરતા વધુ મોંઘા થયા છે. એવી આશા છે કે સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી શકે છે, જેથી આગામી દિવસોમાં દરો વધુ સસ્તા બની શકે તેમ છે.
છેલ્લા 10 દિવસની વાત કરીએ તો 26 મી સપ્ટેમ્બરના રોજ ભાવ 98.40 રૂપિયા હતો જે વધીને 27 મી સપ્ટેમ્બરના 98.75 રૂપિયા થયો હતો જે ઘટીને 28 મી સપ્ટેમ્બરના રોજ 98.42 રૂપિયા થયો હતો જે વધીને 29 મી સપ્ટેમ્બરના રોજ 98.64 રૂપિયા થવા પામ્યો હતો. જે વધીને 30 મી સપ્ટેમ્બરના રોજ 99.19 રૂપિયા થયો હતો. જે વધીને પહેલી ઓકટોબરે 99.38 રૂપિયા થયો હતો. જે ઘટીને 2 જી ઓકટોબરના રોજ 99.32 રૂપિયા થવા પામ્યો હતો. જે વધીને 3 જી ઓકટોબરના રોજ 99.57 રૂપિયા થવા પામ્યો હતો. જે વધીને 4 થી ઓક્ટોબરના રોજ 99.90 રૂપિયા થવા પામ્યો હતો અને ગતરોજ પેટ્રોલનો ભાવ વધીને 100.16 રૂપિયા થવા પામ્યો હતો જે મધ્યમ વર્ગીય લોકો માટે ઘણું આધાતજનક છે.
ભરૂચ જિલ્લાના ત્રણ જેટલા પેટોલપંપની વાત કરીયે તો હિંદુસ્તાન પેટ્રોલિયમનો ભાવ 100.21 રૂપિયા નોંધાયો છે, જેમાં ડીઝલનો ભાવ 98.99 નોંધાયો છે. ઇન્ડીયન ઓઇલનો ભાવ 100.9 નો નોંધાયો છે. જ્યારે ભારત પેટ્રોલિયમનો ભાવ 100.57 ભાવ નોંધાયો હતો.